________________
તેને અન્તે પોતાના પ્રિય શિષ્ય અને ભાણેજોના વિરહ જણાવવાને સવિતુ એવું પાતાનું ઉપનામ રાખ્યું.
આ પ્રમાણે ગ્રન્થકારાના શિષ્યની બાબતમાં મતભેદ છતાં તે તેને બૌદ્ધોના હાથથી નાશ થયા તે વાત ચાક્કસ છે. કથાવલિકારે તે આચાર્યશ્રીને છેલ્લા શ્રુતધર જણાવ્યા છે. જો કે હાલમાં તેમનાં ૧૪૪૦ ગ્રન્થા વિદ્યમાન નથી તેમ છતાં તેમનું રચેલું ઘણું વિશાલ સાહિત્ય ઉપલબ્ધ છે. જેમાંનુ ઘણુ છપાયું છે. કેટલુંક છપાયું નથી. અને કેટલાક ગ્રન્થાનાં તેા નામ માત્રજ મળ્યાં છે. એ પ્રમાણે મૂલ ગ્રન્થકારતા ટુંક પરિચય જાણુ. ( આ પરિચય શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી છપાએલ આચાર્યશ્રી હરિભદ્રસૂરિષ્કૃત અષ્ટક પ્રકરણમાં આપવામાં આવેલ તેમના જીવન ચરિત્ર ઉપરથી લેવામાં આવેલ છે.)
હવે આ ગ્રન્થમાં મુખ્ય મુખ્ય વિષયો કયા છે તે કાંઈક વિસ્તારથી જોઈએ. આ ગ્રન્થ મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચાએલા છે. તેમાં પ્રથમ વિભાગમાં ૧ સમ્યકત્વનું સ્વરૂપ ખીજા વિભાગમાં ૨ ખાર ત્રતા રૂપ દેશવિરતિનું વિસ્તારથી સ્વરૂપ તથા ત્રીજા વિભાગમાં ૩ શ્રાવકની કણી (દિનચર્યા તથા રાત્રિચર્યા ) સમજાવેલ છે. આ ઉપાંત તે તે વિષયને લગતા બીજા અનેક પ્રશ્નો અને તેના ઉત્તરે તથા પરિશિષ્ટો પણ આપવામાં આવ્યા છે. આ દરેક વિભાગનું કાંઈક સ્વરૂપ આ પ્રમાણે:
--
(૧) સમ્યકત્વ સ્વરૂપ વિભાગ—જો કે આગ્રન્થમાં મુખ્યતા શ્રાવક ધર્મની છે ( તેથી મંગલાચરણ કર્યાં બાદ આચાર્યશ્રીએ શ્રાવક કાને કહેવાય અથવા શ્રાવક નામ શાથી છે તે જણાવ્યુ છે) પરંતુ તે શ્રાવક ધર્મની આરાધના પણ સમ્યકત્વ પૂર્વક હોય તેજ લાભદાયી અથવા ફળદાયી થાય છે તેથી અથવા તે શ્રાવક વ્રત રૂપી વૃક્ષનું સમકિત રૂપી મૂળ છે. જેમ મૂળ વિના વૃક્ષ ટકી શકતું નથી તેમ સમકિત રૂપી મૂળ વિના શ્રાવક ધર્મી ટકી શકતા