________________
૧૧૮
શ્રાવકધર્મ વિધાન પાંચમું સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત.
અવતરણ–શ્રાવકનું ચોથુ અણુવ્રત કહીને હવે પાંચમું આશુત કહેવાય છેइच्छापरिमाणं खलु, असयारंभविणिवित्तिसंजणगं । खेत्ताइवत्थुविसयं, चिचादविरोहओ चित्तं ॥१७॥
ગાથાર્થ—અશુભ આરંભની નિવૃત્તિને ઉત્પન્ન કરનાર (અશુભ આરંભને ઘટાડનાર) એવું ક્ષેત્રાદિ વસ્તુઓ સંબંધિ ઈચ્છાનું પ્રમાણ-નિયમન તેજ પાંચમું સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત છે, અને ચિત્ત તથા વિત્તના (ચિત્તના અને વૈભવના) અવિધથી (અનુસરીને) વિચિત્ર પ્રકારનું છે. (અનેક પ્રકાતું છે.) ૧ણા
ભાવાર્થ-ઉપયોગમાં આવતી વસ્તુની ઈચ્છાનું પ્રમાણ અથવા તે ઈરછા વડે ગ્રહણ કરવા યોગ્ય ઉપયોગવાળી વસ્તુઓનું પ્રમાણ એટલે આટલીજ વસ્તુઓ ઉપગમાં લેવી, અધિક નહિ, એવું નિયમન તે ઈચ્છા પ્રમાણુ (વા પરિગ્રહ પ્રમાણ) કહેવાય. એજ શ્રાવકનું પાંચમું આણુવ્રત છે.
પ્રશ્ન–એ રીતે વસ્તુઓનું પ્રમાણ બાંધવામાં લાભ શું?
ઉત્ત—અસદારંભવિણિવિત્તિસંજણાં એટલે અશુભ આરંભમાં પ્રવૃત્તિ ન થાય એજ લાભ છે, કારણ
इच्छापरिमाणं खलु असहारम्भविनिवृत्तिसजनकम्। क्षेत्रादिषस्तुविषय, चित्ताद्यविरोधतचित्रम् ॥१७॥