________________
શ્રી વિજ્યપધસૂરિકૃત
શ્રુતજ્ઞાન ભણતા હોય તેને મદદ કરનાર. ૮ તેમજ દરરોજ ઉલ્લાસ પૂર્વક ભાવનાને ભાવનારા. ૨૯ શુભ ન્યાયથી પેદા કરેલા દ્રવ્યથી ઉલ્લાસથી; જેઓ લખવે શ્રત ખમો સર્વને આનંદથી; અજ્ઞાન લેભાદિક બેલે બાંધેલ સઘલા પાપને, આલેચનારા તેહ ભવ્ય શેચનીય ન અન્યને. ૩૦
અર્થ – ઉત્તમ ન્યાયથી એટલે અનીતિ ર્યા સિવાય. ઉત્પન્ન કરેલા, (ન્યાયથી કમાએલા અર્થાત લોકોને ઠગ્યા સિવાય સ્વામિદ્રોહ, મિત્રદ્રોહ, કેઈની થાપણ ઓળવવી, ચોરી કરવી વગેરે અનીતિના કાર્યો કર્યા સિવાય મેળવેલા) ધન વડે ઉલાસથી-આનંદ પૂર્વક જેઓ અતજ્ઞાન લખાવે, ધાર્મિક પુસ્તક છપાવે તે. ૧૦ સર્વ જીને આનંદ પૂર્વક મન વચન અને કાયાથી ખમાવનાર. તથા ૧૧ –અજ્ઞાનના વશથી અથવા લોભાદિક કારણને લઈને બાંધેલા સઘલા પાપોને આલોચનારા–એટલે ગુરૂની પાસે પશ્ચાત્તાપ પૂર્વક પાપને પ્રગટ કરીને પ્રાયશ્ચિતની સાધના કરનારા એવા ભવ્ય જી બીજા ને શેચનીય એટલે શોક કરવા લાયક થતા નથી. કારણ કે એ ધમી છે પવિત્ર માનવ જીંદગીના સાધ્યને સારી રીતે સાધીને ગયા છે. તેથી બીજા ને ધમી જીના સંબંધમાં લગાર પણ દીલગીરી થતી નથી ૩૦ કુદ માવા નુત્તી પદ અગીઆર કાર્યોમાં અહીં, શુભ ભાવનાને ભાવનાર શોચનીય બને નહી;