________________
ભાવના ક૯પલતા
૩૯
અર્થ:–૧ શ્રી બાષભદેવ પ્રભુના પુત્ર ભરત ચક્રવતી ૨
૧ આ દરેકના દષ્ટાને અન્ય ગ્રંથમાં વિસ્તારથી આપેલા છે. અહીં તે તેમણે કેવી કેવી રીતે ભાવના ભાવી તેજ ટુંકમાં દેખાડાય છે:--
ભરતચક્રવર્તી–પ્રભુશ્રી ઋષભદેવના એ પુમાં વડીલ પુત્ર ભરત નામે હતા. તેમનો જન્મ અયોધ્યા નગરીમાં થયો હતો. તેમની માતાનું નામ સુમંગલા હતું. પાંચસે ધનુષ્ય પ્રમાણુ કાયાને ધારણ કરનારા તે ભરતકુમાર ૭૭ લાખ પૂર્વ સુધી કુંવરપણામાં રહ્યા, અને એક હજાર વર્ષ મંડલિક રાજાપણે રહ્યા. અવસરે ભરત રાજા દક્ષિણ ભરતના લવણ સમુદ્રની પાસેના ત્રણ ખંડ સાધીને વૈતાઢયની તિમિત્રા ગુફાના રસ્તે ઉત્તર ભારતમાં દાખલ થયા. અહીંના ત્રણ ખંડ સાધીને (વૈતાઢયની બીજી ગુફા ) ખંડપ્રપાતના રસ્તે થઈને દક્ષિણ ભારતના મધ્ય ખંડમાં આવ્યા, એમ ૬૦ હજાર વર્ષ છએ ખંડને સાધીને તે ચક્રવત થયા. તેમની ઋદ્ધિનું વર્ણન ટૂંકામાં આ પ્રમાણે જાણવું. ૧૪ મહારને ૧-ચક, ૨-દંડ, ૩–અશ્વ, ૪-સેનાધિપતિ, ૫-પુરોહિત, ૬-ગૃહરત્ન, ૭-વર્ધક (સુથાર) ૮-ચર્મ, ૯-મણિ, ૧૦-કાકિણ, ૧૧-ખગ-(તરવાર) ૧૨-હાથી, ૧૩-છત્ર, ૧૪-સુભદ્રા નામે સ્ત્રીરત્ન. આ દરેક રત્નના અધિષ્ઠાયક યક્ષ દેવે એકેક હજાર હોય છે, તથા તેમને નવ નિધિ હતા. તે આ પ્રમાણે-૧–નૈસર્પ, ૨-પાંડુક, ૩-પિંગલ, ૪-સવરત્નક, પ-મહાપદ્મ, ૬-કાલ, છ–મહાકાલ, ૮-માણવ, ૯શંખક. દરેક નિધિના હજાર હજાર અધિષ્ઠાયક યક્ષદેવે જાણવા, તથા તેમને ૬૪ હજાર સ્ત્રીઓ હતી. તેમાં ૩૨ હજાર રાજકુંવરી અને ૩૨ હજાર બધા દેશની પ્રજા પુત્રીઓ હોય છે, અને ૩૨ હજાર મુકુટ બદ્ધ રાજાઓથી તે સેવાતા હતા. દરેક નાટકના પિડાંમાં ૩૨-૩૨ પાત્રો હય, એવા ૩૨ હજાર નાટકના પિડાં તેમને હતા. ૧૬૦૦૦ અંગરક્ષક દેવ, હાથી, ઘેડા, રથની સંખ્યા ૮૪ લાખ, ૯૬ કોડ