________________
૨૪
શ્રી વિજયપધસૂરિકૃત
આધ્યાત્મિક આનંદ તે પ્રાપ્ત કરવાના રસ્તાને જણાવનારી છે. ધન, દેલત, કુટુંબ, પરિવાર, બંગલા, વાડી વગેરે દ્વારાએ મળતું જે સુખ તે વાસ્તવિક અથવા આત્મિક સુખ નથી પરંતુ તે નામનું સુખ છે. તેવા સુખમાં નહિ ફસાતા આત્માનું સ્વગુણમાં રમણતા કરવા રૂપ જે સુખ છે તે સત્ય સુખ છે. અને તે સત્ય સુખ કેવી રીતે પ્રાપ્ત કરાય તે ભાવના જણાવે છે. સાંસારિક સુખ જીવને સંસારમાં ચીકણું કર્મ બંધાવીને રઝળાવે છે. માટે જેઓ તેમાં નહિ ફસાતાં તેને ત્યાગ કરે છે તેઓજ વાસ્તવિક અથવા સત્ય સુખ મેળવી શકે છે. વળી ભાવના ઉત્તમ દીર્ઘ દષ્ટિને વધારનારી છે. કોઈ કાર્ય વગર વિચારે નહિ કરતાં આ કાર્ય કરવાથી પરિણામે હાનિ થશે કે લાભ થશે તે સંપૂર્ણ વિચાર કરાવનારી જે દષ્ટિ તે દીર્ધદષ્ટિ કહેવાય. વળી ભાવના પુદગલ રમેણુતાને દૂર કરનારી છે. પુદગલ એટલે શરીર, ધન, ધાન્ય, બંગલા બગીચા વગેરે પૌગલિક પદાર્થોમાં રમણતા–મમત્વભાવ રાખે એટલે તેની પ્રાપ્તિ થતાં જે રાજી થવું તે પુદ્ગલ રમણતા કહેવાય. ભાવના તેને દૂર કરે છે, કારણ કે ભાવનાથી આ બધી પદ્ગલિક વસ્તુઓ નાશવંત છે, આત્માથી જૂદી છે, તેને જીવ સાથે લઈને આવ્યો નથી અને સાથે લઈને જવાને નથી એવું જ્ઞાન થાય છે. પરિણામે તેમને વિષે રહેલી આસક્તિ દૂર થાય છે. અને ભાવના નિજ રમણતાને એટલે આત્માના ગુણોને વિષે રમણતા કરાવે છે. તથા સમતાને અથવા સમભાવને વધારે છે. વળી ભાવનાથી ચારે કષાયો (ક્રોધ, માન, માયા, લેબ) શાંત પડે છે એટલે ઓછા થાય છે. ૧૦