________________
ભાવના કપલતા
છેવટે હથિયાર પણ ખૂટવા આવ્યાં તે વખતે પોતાની પાસે એક પણ શસ્ત્ર ન હોવાથી માથા પર મુગટ ઉતારી શત્રુએને હણું, એમ વિચારી મુગટ લેવા જતાં જ પોતાનું લેવાળું માથું જાણીને પશ્ચાત્તાપ કરતાં કરતાં ફરી શુભધ્યાની થયા. રાજપ દુધ્યાનમાં હતા, ત્યારે શ્રેણિક રાજા ચતુરંગી સેના સહિત એજ રસ્તે થઈને પ્રભુને વંદન કરવા જાય છે. ત્યાં માર્ગમાં જ પ્રસન્નચંદ્ર રાજપને “આ મુનિ મહા ધ્યાની અને મોની છે વિગેરે શુભ ભાવનાથી વંદના કરીને પ્રભુ પાસે ગયા. રાજધિને યાદ કરીને શ્રેણિકે પ્રભુને પૂછયું કે હે ભગવન્! માર્ગમાં મેં જ્યારે પ્રસન્નચંદ્ર મુનિને ધ્યાનાવસ્થામાં જોઈને વંદના કરી, તે વખતે જે તે કાળ કરે તો કઈ ગતિ પામે? પ્રભુએ કહ્યું સાતમી નરકે જાય. તે સાંભળી શ્રેણિક રાજા આશ્ચર્ય પામી વિચારવા લાગ્યા કે સાધુને નરકે જવાનું હોય નહિ, જેથી મેં કંઈ બરાબર સાંભળ્યું નહિ હોય માટે ફરી પૂછ્યું કે આ સમયે કાળ કરે તે કયાં જાય? પ્રભુએ કહ્યું કે સર્વાર્થસિદ્ધ વિમાને જાય. આ સાંભળીને વધારે આશ્ચર્ય પામીને પૂછયું કે હે પ્રભુ ક્ષણ વાર પહેલાં આપે સાતમી નકે જવાનું કહ્યું ને હમણું તુર્ત સર્વાર્થસિદધે જવાનું કહો છે તે કઈ રીતે સંભવે? જવાબમાં પ્રભુએ કહ્યું કે તે વખતે અને અત્યારે તે રાજર્ષિનું ધ્યાન જૂદું જુદું હતું. કારણ કે પ્રથમ દુર્મુખ સેનાનીની વાત સાંભળી મુનિ કોધ પામ્યા હતા, તેથી તે વખતે કરેલી વંદનાના સમયે તે મુનિ સાતમી નરકે જવાને લાયક હતા, ને તમો અહિં આવ્યા તે દરમ્યાનમાં મુનિએ સર્વ શસ્ત્રો ખૂટતાં શત્રુને મુગટથી હણવાના વિચારે મસ્તક પર હાથ મૂકતાંજ મસ્તકે લચ જાણીને ધ્યાનથી