SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના કલ્પલતા ૩૨૧ પાસે બે હાથ જોડીને માગવા જેવી પણ નથી. એમ સમજીને વિભાવ રમણતાને ત્યાગ કરી તું નિજ ગુણ રમણતા કરવા તરફ જરૂર લક્ષ્ય રાખજે. ૪ર૭ ભરત ચઠી ભાવના આ ભાવતાં કેવલ લાહ્યા, કરકંડ વૃષભ તણી સ્થિતિને જોઈ ઝટ ચેતી ગયા; મોહ ખૂબ હતો શરીરને ચક્રિ સનતકુમારને, તે બન્યું વિષમય પલકમાં પાલતા ચારિત્રને.૪૨૮ ' અર્થ–પ્રભુ ઝડષભદેવના પુત્ર ભરત ચક્રવતી આ અનિત્ય ભાવનાને ભાવતાં ભાવતાં કેવલજ્ઞાન પામ્યા, તથા કરકંડુ રાજા બળદની વૃદ્ધપણામાં થએલી અવસ્થા જોઈને એટલે જુવાની નાશવંત અથવા અનિત્ય છે એમ જાણીને ઝટ ચેતીને સંયમની સાધના કરવામાં ઉજમાલ થયા. સનકુમાર ચક્રવર્તીને પોતાના શરીર ઉપર ઘણો મોહ હતો એટલે મારું શરીર કેવું ખૂબસુરત છે ? એવું તેમને અભિમાન હતું, પરંતુ તેજ શરીર શેડ જ વખતમાં રોગથી ભરાઈ ગયું અથવા શરીર કદરૂપું થઈ ગયું જેથી તેઓ સમજ્યા કે શરીરની સુંદરતા પણ અનિત્ય છે, તેથી તેમણે પણ નિર્મલ ચારિત્રને અંગીકાર કર્યું. અને છેવટે તેની સાધના કરીને સનકુમાર દેવલોકમાં મહદ્ધિક દેવ થયા. ૪૨૮ પ્રથમ ભાગે ભાવનારૂપ છેઠ કલ્પલતા તણું, ગંભીર અર્થે ભરેલ શાસ્ત્રો જોઈ પહેલી ભાવના, વર્ણવી મેં સ્વ પર હિત રૂપ હેતુને લઈ ધ્યાનમાં, યાચું ક્ષમા ભૂલચૂકની નિજ ભદ્ર ભાવી ચિત્તમાં ૪૨૯
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy