________________
ભાવના કલ્પલતા
શીલનું ફલ જણાવે છે - શલપરને પૂજ્ય પૂજે ઈંદ્ર વાંદે હોંશથી, સંડાણ તિમ સંઘયણ સારૂં દીર્ઘ આયુ શીલથી; એલ તેજ ઉત્તમ શીલથી વરબુદ્ધિબલ પણ શીલથી, આ દેહનો શણગાર ઉત્તમ શીલ સમ બીજે નથી.૩૭૫
અર્થશીયલ વ્રત ધારણ કરનારા આત્માથી ભવ્ય જીને પૂજ્ય પુરૂષ પણ પૂજા-સત્કાર કરે છે, ઈન્દ્રો હર્ષથી વન્દન કરે છે, તેમજ શીલવ્રતથી ઉત્તમ સંસ્થાન (સમચતુરસ્ત્ર સંસ્થાન) તથા ઉત્તમ સંઘયણ (વર્ષભનારાચ) પ્રાપ્ત થાય છે, લાંબું શુભ આયુષ્ય પામી શકાય છે. તથા શીલ વ્રતથી અતિ ઉત્તમ બળ અને તેજ પ્રાપ્ત થાય છે, અને સર્વથી શ્રેષ્ઠ બુદ્ધિબળ પણ શીલથી થાય છે, તથા આ શરીરને શીલ રૂપી શણગાર વિના બીજો કોઈ ઉત્તમ શણગાર નથી. ૩૭૫
કુલવંતની રીતભાત જણાવે છે - પરનાર સામું ના જુએ ને હાસ્યથી બેલે નહિ, આ ટેક છે કુલવંતની દૃષ્ટાંત ભાખું હું અહીં સીતા હરણ હોતાંજ પૂછે રામ લક્ષ્મણ બંધુને, કંકણ અને કુંડલ તપાસે ત્યાં કહે શ્રીરામને.૩૭૬
અર્થ –જે ઉત્તમ કુલવાન પુરૂષ હોય છે તે પર સ્ત્રીની સ્વામું જોતા નથી અને હાંસી-મશ્કરીનું વચન બોલતા નથી, એવી કુલવાન પુરૂષની ટેક હોય છે. તે સંબંધમાં હું