________________
ભાવના કલ્પલતા
૨૫૫
નૃપ મહાબલ પૂરણાદિ છ મિત્ર સાથ મુનિ બને, તપકાલમાં માયા કરંતા બાંધતા સ્ત્રીવેદને; વીસસ્થાનક સાધતા જિન નામકર્મ ઉપાર્જતા, સાતે મુનિ અંતે જયંતે દેવ ભાવે ઉપજતા.૩૧૪
અર્થ–મહાબલ નામના રાજાએ પોતાના પૂરણ વગેરે છ મિત્ર સાથે દીક્ષા લીધી. અને તે સાતે જણ એકજ પ્રકારનું તપ સાથે કરે છે. તેમાં મહાબલ રાજા તપ વખતે કપટ કરીને પારણું નહિ કરતાં બીજાઓને છેતરીને અધિક તપ કરે છે, તેથી તેણે માયાના પ્રસંગથી સ્ત્રી વેદને બંધ કર્યો, અને એજ ભવમાં વીસ સ્થાનક તપની આરાધના કરી જિનનામ કર્મને બંધ કર્યો. અહીંથી તે મુનિઓ જયંત નામના ત્રીજા અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ૩૧૪
તેમના છ મિત્ર વિગેરેની બીના જણાવે છે –– ત્યાંથી મહાબેલ મલ્લિ નામે કુંભની દીકરી થતા, અચલજીવ પ્રતિબુદ્ધિ ચંદ્રછાય ભૂપ ધારણ થતા; પૂરણ રકમરાય વસુનો જીવ શંખ નૃપતિ બને, વૈશ્રવણનો જીવ શ્રેષ્ઠ અદીન શત્રુ નૃપ બને.૩૧૫
અર્થ –ત્યાંથી ચવીને મહાબલ રાજાને જીવ પૂર્વે બાંધેલ સ્ત્રી વેદના ઉદયથી કુંભ નામના રાજાની મલ્લી નામે પુત્રી પણે ઉત્પન્ન થયે. અચલને જીવ પ્રતિબુદ્ધિનામે રાજા, તથા ધરણને જીવ ચંદ્રછાય નામે રાજા, અને પૂરણ જીવ રૂકમી નામે રાજા, તેમજ વસુને જીવશંખ રાજા, તથા વૈશ્રવણનો જીવ ઉત્તમ અદીનશત્રુ નામના રાજા રૂપે ઉત્પન્ન થયા. ૩૧૫