________________
૨૪૪
શ્રી વિજ્યપદ્વરિત અર્થ –પૂર્વ ભવમાં આ સત્યકીએ સવાર, મધ્યાન્હ. અને સાંજ એમ ત્રણે કાલ જિનેશ્વરની પૂજા ભાવપૂર્વક કરી હતી. તેથી તેમણે જિનનામ કર્મ બાંધ્યું, જેથી આવતી. ચોવીસીમાં સુવ્રત નામના અગિઆરમાં ઉત્તમ તીર્થંકર થશે. અને સમવસરણમાં બિરાજમાન થઈ ધર્મોપદેશ આપીને અનેક જીવોને ઉદ્ધાર કરશે. ૨૯૬
નૂપુર પંડિતાની બીના જણાવે છે – ડાહ્યા નર પણ ના કલે ઝટ કૂડકપટ નારી તણું, યાદ કર દૃષ્ટાંત નૂપુર પંડિતા નારી તણું; તાપસી પતિ છેતરીને જારની સાથે રમે, નૃપ પ્રમુખ ત્રણને તજી અટવી વિષે રાણી ભમે.ર૭ ' અર્થ-ડાહ્યા મનુષ્ય પણ સ્ત્રીના કૂડકપટ એટલે છળ પ્રપંચને ઝટ જાણી શકતા નથી. આ બાબતમાં નપુરપંડિતા નામની સ્ત્રીનું દષ્ટાંત તે યાદ કરજે. આ નૂપુરપંડિતા તાપસી પોતાના પતિને ઠગીને જાર (સ્ત્રીએ રાખેલા પુરૂષ) ની સાથે કામકીડા કરતી હતી. તથા એજ નગરના રાજાની દુષ્ટ રાણું પણ રાજાને તથા બીજા બે જારને (મહા વતને અને ચેરને) એમ ત્રણ જણને છેડીને જંગલમાં રખડતી થઈ. એ પણ વિષયનું જ પાપ જાણવું. ૨૯૭
વૈરાગ્યમય શિખામણ આપે છે – વિષયી જનની દશ અવસ્થા દુઃખથી પૂરી ભણી, વિષયમાં બહુ પાપ જાણું કર ન ઇચ્છા તેહની,