________________
ભાવના કલ્પલતા
૧૬૩
છે તે મલયગિરિની જ ખરી પ્રસિદ્ધિ જાણવી. તેવી રીતે જે ધનવાન પુરૂષે પિતાના ધનને તીર્થયાત્રા તીર્થમાં ભાલોદઘાટન, સાધમ વાત્સલ્ય વગેરે ધર્મકાર્યોમાં વાલના દષ્ટાંતને સંભાળીને વાપરે છે તેમના જ ધનની સાર્થકતા જાણવી. ૧૬૮
સંઘ સાથે યાત્રા કરનારા કોણ? વિગેરે જણાવે છે-- નયરી અયાથી ભરત નૃપ સંઘને લઈઆવતા, સિદ્ધાચલે બહુ ઠાઠથી યાત્રા કરી સુખિયા થતા; તે સંઘમાં બત્રીસ સહસ નૃપ મુકુટબદ્ધ વિરાજતા, લાખ ચોરાશી તુરંગમ તેટલા હાથી હતા. ૧૬૯ ' અર્થ-અયોધ્યા નગરીમાંથી કષભદેવના પુત્ર ભરત ચકવતી ચતુર્વિધ સંઘને સાથે લઈને શ્રી સિદ્ધાચલ-(શત્રુજય) તીર્થને વિષે ગયા. ત્યાં ઘણુ ઠાઠમાઠથી તીર્થની યાત્રા કરી તે સુખી થયા. આ સંઘની અંદર બત્રીસ હજાર તે મુગટબદ્ધ રાજાઓ શોભતા હતા. વળી ચોરાસી લાખ તુરંગમ એટલે ઘડાઓ તથા તેટલાજ હાથીઓ હતા. ૧૬૯ તેટલા રથે તેમ વાજિંત્રે અપૂરવ વાગતા, કોડ છનું પાય દળ ઇમ ઠાઠ સુંદર રાખતા; માર્ગમાં બહુ દાન દેતાં કરત ધર્મ પ્રભાવના, પ્રબલ પુણ્ય હું લહ્યો તક એમ ભાવે ભાવના.૧૭૦
૧ આ કથા શ્રી શ્રાવકધર્મ જાગરિકામાં જણાવી છે તે ત્યાંથી જોઈ લેવી. ધન વિગેરે પદાર્થોનું અનિત્યપણું સમજવાને આ દષ્ટાંત બહુજ ઉપયોગી છે.