________________
ભાવના ક૯૫લતા
૧૬૧
ઘાતકી વરખંડમાં ઐરવ્રતે ક્ષેમાપુરી,
ત્યાં વિમલવાહન નૃપતિએ શુભ ભાવના હૃદયે ધરી; ભેજનાદિક દેઈને સાધર્મિની ભક્તિ કરી, જિનનામ બાંધી આનતે સુરદ્ધિ પામ્યા તે ખરી.૧૬૫
અર્થ – જંબૂવીપ પછી બીજે ઘાતકીખંડ નામે દીપ આવે છે. બંનેની વચમાં લવણ સમુદ્ર આવેલ છે. આ ધાતકી ખંડમાં અવ્રત નામનું ક્ષેત્ર છે. તેને વિષે ક્ષેમાપુરી નામની નગરી હતી. તે નગરીમાં વિમલવાહન નામને રાજા હતો. તે રાજાએ ઉત્તમ ભાવના પૂર્વક સાધમી ભાઈઓને ભેજન વગેરે આપીને તેમની ભક્તિ કરી. તે સાધમકની ભક્તિના પ્રતાપથી તેણે જિનનામ કર્મને બંધ કર્યો. તથા છેવટે આનત નામના નવમા દેવલોકની સમૃદ્ધિ મેળવી. ૧૬૫
આનત દેવલોકે ગયા પછીની બીના તથા જગસિંહનું દષ્ટાંત જણાવે છે – ત્યાંથી ચવી ત્રીજા જિનેશ્વર દેવ સંભવ પ્રભુ થયા, ચ્યવન કાલે પ્રભુ પ્રભાવે જગતનાં દુઃખડાં ટલ્યાં જગસિંહ ત્રણ સાઠ વાણોતર કરે નિજની સમા ટંક બહોતેર સાહસ ખરચી દેવગિરિ શુભ નગરમાં ૧૬૬
અર્થ:–તે આનત દેવલથી આવીને આ ભરતક્ષેત્રની ચાલુ વીશીમાં ત્રીજા સંભવનાથ નામના જિનેશ્વર થયા. તેમના વન વખતે પ્રભુના પ્રભાવથી જગતનાં દુઃખો દૂર થયાં. વળી જગસિંહ નામના શેઠે દેવગિરિ નામના શ્રેષ્ઠ
૧૧