________________
ભાવના કલ્પલતા
૧૩૭
જીર્ણોદ્ધાર કરાવનારના દષ્ટાંત ત્રણકમાં જણાવે છે – બહુ લાભ દ્વારમાં ઈમ જાણતાં નૃપ સંપ્રતિ, સહસ નવ્યાશી જિનાલય ઉદ્વરી લહે સગતિ; ઈગકેડિ નિકે ભૂપ વિક્રમ ગુરૂચરણને પૂજતા, તેથી ઘણું પ્રાસાદનો ઉદ્ધાર તેહ કરાવતા.૧૨૬
અર્થ –જિનરાજના દેરાસરના જીર્ણોદ્ધારમાં ઘણે લાભ રહે છે, એવું જાણીને સંપ્રતિ રાજાએ નવ્યાસી હજાર જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને સદ્ગતિ મેળવી. વળી વિક્રમ રાજાએ એક કોડ સોનામહોર વડે પિતાના ગુરૂ મહારાજના ચરણ કમલની પૂજા કરી. અને તે દ્રવ્ય વડે તેમણે ઘણાં જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું. ૧૨૬ આમ રાજા સે જિનાલય ઉદ્વરે તિમ સોલ, શ્રાદ્ધ ભૂપ કુમારપાલ સુવસ્તુપાલ દુવાસ; વાભ સિદ્ધાચલ તણા ઉદ્ધારની આદિ કરે, તેવા પ્રસંગે અન્યની જિમ ભીમ મૂંડી વાપરે.૧૨૭
અર્થ આમ નામના રાજાએ એક જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યું. તેમજ ગુજરાતના રાજા કુમારપાલ મહારાજે તેલ જિનમંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યું. તથા વસ્તુપાલ મંત્રીશ્વરે દુવીસસે એટલે બાવીસસે જિનાલયને ઉદ્ધાર કરાવ્યો. વળી વાગ્લટ્ટ મંત્રોરમે શ્રી સિદ્ધાચળ તીર્થના ઉદ્ધારની શરૂઆત કરાવી. તે પ્રસંગેની અનુમોદના કરીને બીજા શ્રાવકોની માફક ભીમ નામના શ્રાવકે પણ પોતાની ઘણી મુંડી વાપરી. ૧૨૭