________________
૧૧૪
શ્રી વિજ્યપદ્વરિત સામાન્ય ધનિકે કઈ રીતે કેવા જિનમંદિર બંધાવે? તે જણાવે છે – ઉગ ગિરિ પુર ગ્રામ કલ્યાણક થેલે બંધાવતા, વિપુલધનિકો અન્ય ભવનું પુણ્યઈમ ઘણું બાંધતા; તૃણકુટી કાષ્ટાદિના પ્રાસાદ સાધારણ નરા, નિજ શકિતને અનુસાર બંધાવે ઉમંગી થઈ ખરા. ૯૧
અર્થ–મહાધનિક ભવ્ય છે આવા પ્રકારના કે જિનાલયે ઉગ એટલે ઉંચા પર્વતોની ઉપર અથવા નગરમાં, ગામમાં કે પ્રભુના જન્મસ્થળ,દીક્ષાસ્થળ, કેવલજ્ઞાન પ્રાપ્તિનાં સ્થાન, મોક્ષસ્થાન વગેરે કલ્યાણકના સ્થળોને વિષે બંધાવે છે. ઉંચા પર્વતને વિષે બંધાવવાથી આત્મિક શાંતિને અપૂર્વ લાભ મળે છે તથા તે પર્વતનાં દેરાસરને વરસાદની રેલ વગેરેને ભય નહિ હોવાથી તે ઘણા વર્ષો સુધી કાયમ રહે છે. તથા પ્રભુના કલ્યાણુકેના સ્થાને જિનમંદિરો બંધાવવાથી અપૂર્વ ભાવોલ્લાસ વધે છે. આવી રીતે પિતાના દ્રવ્યને વ્યય કરીને તે ધનિકે ઘણું પુણ્ય ઉપાર્જન કરે છે.
હવે સામાન્ય સંપત્તિવાળા જે સાધારણ મનુષ્ય હોય તેઓ પણ ખરા એટલે ભાવપૂર્વક રાજી થઈને પિતપોતાની શક્તિને અનુસારે ઘાસની ઝુંપડી જેવું જિનમંદિર તથા કાષ્ટાદિના એટલે લાકડા ઈંટ, ચુના વગેરેના જિન મંદિર બંધાવે. ૯૧
બંનેને જિનમંદિર બંધાવવામાં લાભ ? તે જણાવે છે –