________________
૧૦૯
પ્રતિષ્ઠા પૂજનાદિમાં દ્રવ્ય વપરાય એ ઉત્તમ લાભ છે, એમ જણાવે છે:—
ભાવના કલ્પલતા
વસ્તુપાલે તેજપાલે બિંબ લાખ સવા ભલા, હેશે ભરાવ્યા જાણ જીવતુ ધનિક સાચા એ ખરા; તક ભલી વિલ સાચવે બિંબ પ્રતિષ્ઠામાં અને, આંગી સમન પ્રમુખ માંહે વાપરે ઈમ દ્રવ્યને. ૮૩
અર્થ: :—ગુજરાતના રાજા વીરધવલના મંત્રીશ્વરે શ્રી વસ્તુપાલ અને તેજપાલ નામના બે ભાઇઓએ શેાભિત સવા લાખ જિન પ્રતિમાઓ! ઘણા ઉમગ પૂર્વક ભરાવી હતી. માટે હે જીવ! તેજ ખરેખર સાચા ધનવાન કહેવાય, એમ તું જાણજે. વળી તેમણે તે પ્રતિમાએની પ્રતિષ્ઠાના પ્રસંગ પણ સારી રીતે સાચવ્યા હતા. એટલે પ્રતિષ્ઠા મહેાત્સવ પણ ઘણી સારી ધામધુમપૂર્વક ઉજન્મ્યા હતા. તથા તે પ્રભુની આંગી તથા સમન એટલે પૂજા વગેરેમાં પણ પેાતાના દ્રવ્યને ઉલ્લાસથી વાપરતા હતા. ૮૩
આંગી રચવાના મુદ્દો જણાવે છે:—
ત્રણ અવસ્થાના ક્રમે આંગી જરૂરી જાણજે, આંગી તણી શી જરૂર એવા વેણ ફાગઢ માનજે; ભવ્ય આંગી જોઇને પ્રભુ રાજવૈભવ ભાવતા, એહ છડી ચરણ ધરતા શ્રાદ્ધ એમ વિચારતા, ૮૪
અ:—પ્રભુની ત્રણ અવસ્થા કહેલી છે—૧ જન્માવસ્થા, ૨ રાજ્યાવસ્થા, ૩ શ્રમણાવસ્થા. તેમાં પ્રભુને ન્હવણુ