SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના કલ્પલતા ધન સંબંધી કહેલા તત્વને જે જીવો ચિત્તમાં બરાબર ઠસાવે છે તેઓ ધનની મમતા હશે એટલે દૂર કરે છે. તેઓને ધન ઉપર મમત્વ હોતો નથી. કારણ કે જેઓ જિનેશ્વરના વચનના સાંભળનાર છે તેઓને મમતા કનડગત એટલે હેરાનગતિ કેવી રીતે કરે ? અથવા નજ કરે, એટલે પ્રભુ દેવના વચનને સાંભળવાથી ધનની મૂર્ણ ઘટાડી શકાય છે. દશાર્ણભદ્ર રાજાનું દષ્ટાન્ત: દશાર્ણ નામના દેશમાં દશાર્ણ પુર નગરમાં દશાર્ણભદ્ર નામે રાજા હતા, તેમને પાંચ રાણીઓ હતી. એક વખત એક સેવકે આવીને કહ્યું કે આવતી કાલે સવારે શ્રી વીરપ્રભુ આપણા ઉદ્યાનમાં પધારવાના છે. તેનાં આ વચન સાંભળી રાજા ઘણે હર્ષ પામ્યા, તે વિચારવા લાગ્યો કે અત્યાર સુધી કેઈએ પ્રભુને ન વાંધા હોય તેવી મોટી દ્ધિ વડે (ધામધૂમ; ઠાઠમાઠ વડે) હું પ્રભુને કાલે વંદન કરવા જઈશ. બીજે દિવસે સવારે રાજાએ સેનાની, ચાંદીની તથા દાંતની સુંદર પાલખીઓમાં પિતાની સ્ત્રીઓને બેસાડી, તથા ઘણા હાથી, ઘોડા, પાયદળ તથા ધ્વજાઓ સહિત મોટા આડંબર પૂર્વક પ્રભુને વાંદવા ચાલ્યો. તેના મનમાં પોતાના ધનનું અભિમાન છે કે આવી અદ્ધિ વડે કેઈએ પ્રભુને વાંદ્યા નથી. આવા મદ સાથે સમવસરણમાં જઈને પ્રભુને વાંદ્યા. આ વખતે ઇંદ્ર અવધિજ્ઞાનથી આ રાજાના અભિમાનની વાત જાણું. તેથી તેના અભિમાનને દૂર કરવા માટે ઈંદ્ર મહારાજે મટી અદ્ધિ વિકુવ. જે અદ્ધિની આગળ દશાર્ણ
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy