________________
૮૬
શ્રી વિજ્યપધસૂરિકૃત
શરીરને મેહ છોડવાથી કેવા ઉત્તમ લાભ ક્યા જીવે મેળવ્યા? (3) મમતાને ટાળવાની ઈચ્છાવાળા ભવ્ય જીએ ક્યા ક્યા. સાધને સેવવા જોઈએ (૪) મેહને વધારનારા ક્યા ક્યા સાધન છે? કે જેને જાણી આપણે તેનાથી અલગ રહી. શકીએ. આ બાબતને સ્પષ્ટ ખુલાસે કરી દીધો. ૫૯ | ચાલુ પ્રસંગે શિક્ષાવચન અને દેહને સફલ કરવાને ઉપાય જણાવે છે – હે જીવ!હિતશિક્ષા સુણી ના દેહમમતા રાખજે, શ્રેષ્ઠ માનવ દેહથી તું ધર્મ કરી સુખિયે થજે; પૂજ્યને વંદન કરી મસ્તક વચન પ્રભુના સુણી, કાન દેઇ દાન કરને નેત્ર નિરખી શુભ ગુણી. ૬૦
અર્થ:–હે જીવ! પૂર્વે કહેલાં દષ્ટાન્તને ભાવાર્થ સમજીને શરીર ઉપરના મમત્વને ત્યાગ કરજે, અને તેજ માનવદેહથી એટલે મનુષ્યરૂપી શરીર વડે ધર્મ કાર્ય કરીને સુખી થજે. અને તે માનવ દેહથી આ પ્રમાણે ધર્મ કાર્યો કરીને મસ્તક વિગેરેને સફલ કરજે. મસ્તક વડે પૂજ્ય એવા દેવ તથા ગુરૂને વંદન કરજે. જેથી તારા મસ્તકની સફળતા થાય. વળી પ્રભુના વચન સાંભળીને તારા કાનને કૃતાર્થ (સફલ) કરજે. તારા હાથને દાન દેવા વડે અને ચક્ષુઓને શુભ ગુણી એટલે સારા ગુણવાન પુરૂષોના દર્શન કરીને સફળ. બનાવજે. ૬૦ પૂજ્યના ગુણ ગાઈને રસના પવિત્ર બનાવજે, તીર્થયાત્રા બહુ કરીને પગ પ્રશસ્ય બનાવજે;