________________
ભાવના કપલતા
રેકો વગેરે વિચારણા તે આઠમી ઉત્તમ સંવર ભાવના જાણવી. ૩૩ જે કર્મ દેશ ક્ષય વિચારે નિર્જરાની ભાવના, જે વિશ્વરચના ચિંતના તે રૂપની ભાવના; શ્રદ્ધાદિ દુર્લભ ભાવવા એ બોધિ દુર્લભ ભાવના, તીર્થપતિ તસ ધર્મ દુર્લભ ધર્મ કેરી ભાવના. ૩૪
અર્થ?—જેનાથી કર્મને દેશ ક્ષય એટલે ધીમે ધીમે નાશ થાય, તે નિર્જરા એમ જે વિચારવું તેનવમી નિર્જર ભાવના જાણવી. (૧૦) વિશ્વ રચના એટલે ચૌદ રાજલકના સ્વરૂપની જે વિચારણા કરવી તે દશમી લોક સ્વરૂપ ભાવના કહેવાય. (૧૧) આ સંસારમાં ચકિપણું વગેરે પામવું સહેલ છે પણ શુદ્ધ શ્રદ્ધા રૂપ સમકિતની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ એટલે મુશ્કેલ છે એવું ભાવવું તે અગિરમી બધિ દુર્લભ ભાવને કહેવાય. (૧૨) તથા ઉત્તમ તીર્થના નાયક જે તીર્થકર અરિહંત દેવ અને તેમણે પ્રરૂપેલે ધર્મ પામવો દુર્લભ છે એવું જે ભાવવું તે બારમી ધર્મભાવના. એ પ્રમાણે ઘણા ટુંકાણમાં બાર ભાવનાનું સ્વરૂપ જણાવ્યું. ૩૪
છેલ્લી ત્રી વિગેરે ચાર ભાવનાનું સ્વરૂપ ટૂંકાણમાં જણાવે છે– સુખ શાતિને પામોકલજન એહ મૈત્રી ભાવના, ગુણવંતના ગુણ જોઈ હરખો તે પ્રમાદની ભાવના; પરદુઃખમાં રાખે દયા કરૂણ્ય કેરી ભાવના, સંક્લિષ્ટ કર્મ ઉપેક્ષણા માધ્યચ્ચ કેરી ભાવના. ૩૫