________________
६०
નોંધવી જોઇશે.
(૩) સાર્વજનિક ટ્રસ્ટોના રજિસ્ટરમાંથી નોંધોના સુધારા મૂળ નોંધ અથવા નોંધો લાલ સહીથી છેકીને કરવા જોઇશે અને જે કંઇ ઉમેર્યું અથવા
ફાર હોય તે, ઉપર નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે ટૂંકી સહી કરવી જોઇશે.
(૪) નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર પોતે જ, સાર્વજનિક ટ્રસ્ટોના રજિસ્ટરમાંની કોઇપણ નોંધમાં રહી ગયેલી કારકુની અથવા આકસ્મિક ભૂલો સુધારી શકશે.
કલમ ૩૨ હેઠળ હિસાબો રાખવા બાબત - સાર્વજનિક ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીએ પોતે જેનો ટ્રસ્ટી હોય તે સાર્વજનિક ટ્રસ્ટની તમામ આવકોનો અને તમામ જંગમ અને સ્થાવર મિલકતનો અને તેની ઉપરના તમામ બોજાઓ, ટ્રસ્ટના વતી આપેલા તમામ નાણાં અને કરેલા સ્વત્વાર્પણનો યોગ્ય હિસાબ રાખવો જોઇશે. હિસાબમાં, અનુસૂચિ ૮ અને ૯ ના નમૂના પ્રમાણે સરવૈયું અને આવક જાવકનો હિસાબ તૈયાર કરવાનું અને આ સાથે જોડેલી અનુસૂચિ ૯-ક ના નમૂના પ્રમાણે ફળા પેટે ઉધારવાની આવકનું પત્રક તૈયાર કરવાનું સુગમ થાય તે માટે ચેરિટી કમિશ્નરના અભિપ્રાય મુજબ જરૂરી હોય તેવી તમામ વિગતો હોવી જોઇશે :
પરંતુ સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કલમ ૩૩ની પેટા-કલમ (૪)ના ખંડ (ખ) હેઠળ આપવામાં આવેલી કોઇ મુક્તિની રૂએ, આ સાથે જોડેલી અનુસૂચિ ૯-ક અને ૯-ખના નમૂના મુજબ પત્રકો ફાઇલ કરવાને હકદાર હોય ત્યારે અનુસૂચિ ૯-ક અને ૯-ખના ઉપર્યુક્ત નમૂના મુજબ પત્રકો તૈયાર કરવાનું સુગમ બને તેવી વિગતોનો હિસાબમાં સમાવેશ કરી શકાશે. ટ્રસ્ટીએ, નિયમ ૧૯માં ઠરાવેલી રીતે હિસાબોનું વાર્ષિક ઓડિટઃ
(૧) રૂા. ૧૫૦૦ કરતાં વધારે એકંદર વાર્ષિક આવક ધરાવતા સાર્વજનિક ટ્રસ્ટની બાબતમાં, ચાર્ટડ એકાઉન્ટન્ટ પાસે કરાવવું જોઇશે અને