________________
હાજરી માટે કોઇ પણ સમન્સ કાઢી શકાશે નહિ.
સાક્ષીઓના
પુરાવા નોંધવાની રીત :
૫૯
(૧) અધિનિયમ હેઠળની કોઇ તપાસ અથવા અન્ય કાર્યવાહી વખતે દરેક સાક્ષીની તપાસ ચાલુ હોય ત્યારે, તપાસ અથવા કાર્યવાહી કરનાર અધિકારીએ દરેક સાક્ષી શું કહે છે તેના ટૂંકા સારની એક યાદી (ગુજરાતીમાં) બનાવવી જોઇશે અને આવી યાદી ઉપર અધિકારીએ સહી કરવી જોઇશે અને તે યાદી રેકર્ડનો એક ભાગ બનશે.
(૨) અધિકારી પેટા-નિયમ(૧)થી રમાવ્યા પ્રમાણેની યાદી કરવાને અસમર્થ હોય તો તેણે પોતાની અસમર્થતાનું કારણ નોંધવું જોઇશે અને તેણે તે યાદી પોતે લખાવડાવીને તૈયાર કરવી જોઇએ.
સાર્વજનિક ટ્રસ્ટોના રજિસ્ટરમાં ફેરફારો કરવા બાબત ઃ
(૧) સાર્વજનિક ટ્રસ્ટોના રજિસ્ટરમાં નોંધેલી કોઇપણ વિગતમાં કરેલા અથવા કરવા ધારેલા કોઇ ફેરફાર અંગે, કલમ૨૨ ની પેટા-કલમ (૧) હેઠળ સંબંધિત ટ્રસ્ટના ટ્રસ્ટીએ, આ સાથે જોડેલી અનુસૂચિ ૩ના નમૂના પ્રમાણે, નાયબ ચેરિટી કમિશ્નર અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરને રિપોર્ટ મોકલવો જોઇશે.
(૧-ક) કલમ ૨૨ની પેટા-કલમ (૧ક) માં ઉલ્લેખેલી યાદી, આ સાથે જોડેલી અનુસૂચિ ૨-કમાં નિર્દિષ્ટ કરેલા નમૂના પ્રમાણે હોવી જોઇશે અને નિયમ ૬ ના પેટા-નિયમ (૪)માં જોગવાઇ કરેલી રીતે ખરાઇ કરવી જોઇશે.
(૨) નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે, પેટા-નિયમ (૧) હેઠળ રિપોર્ટ મળ્યેથી, આ સાથે જોડેલી અનુસૂચિ, ૪ના નમૂના પ્રમાણે તે હેતુ માટે રાખવાના રજિસ્ટરમાં તેને લગતી વિગતોની નોંધ કરાવવી જોઇશે. ટ્રસ્ટીએ જેને માટે રિપોર્ટ કર્યો હોય તે સિવાયના સાર્વજનિક ટ્રસ્ટોના રજિસ્ટરમાં, કરેલા બીજા ફેરફારોને લગતી વિગતો પણ એવા રજિસ્ટરમાં