________________
દેરાસરનું ઓડિટ હોય તો ઉતારાની આવક લીધી છે ? રોકાણ કરતું હોય તો ઇન્સેન્ટીવની આવક ક્યાં ગઇ ? આ તપાસ ખૂબ ઉંડાણપૂર્વક કરવી. જો કે કારણ સાચુ હોય તો ઓડિટ કાગળમાં તેની વિગતવાર નોંધ લખવી.
૪. ખર્ચ (ઉધાર બાજુ)
(અ) ખર્ચ (ચેકથી) - કોઇપણ પ્રકારનો ખર્ચ જો ચેકથી કરવામાં આવેલ હોય તો તેનું બિલ બેંકબુક સાથે જોવું.
(બ) ખર્ચ (રોક્કેથી) :
૧. જે ખર્ચ રોકડેથી કરવામાં આવેલ હોય તેની નોંધ જે તે તારીખમાં જ હોવી જરૂરી છે.
૨. રૂ. પ૦૦ થી ઉપરના વાઉચરમાં રૂ. ૧ની રેવન્યુ લગાવેલી હોવી જોઇએ.
૩. ખર્ચમાં સપોરટીંગ (બીલ) હોવું જરુરી છે.
૪. કરેલ ખર્ચ સંસ્થાના હેતુ માટે જ કરેલ છે તે ચકાસવું તથા વ્યાજબીપણુ પણ તપાસવું જોઇએ.
૫. ખર્ચમાં લેનાર વ્યક્તિની સહી તેમજ ટ્રસ્ટીની સહી જરુરી છે. (ક) ખર્ચના બે પ્રકાર :૧. મહેસુલી ખર્ચ - ૨. મૂડી ખર્ચ - - મૂડી ખર્ચને ઉપજ ખર્ચ ખાતે લઇ જવામાં આવેલ નથી તે
ચકાસવું. - મૂડી ખર્ચ માટે ઠરાવ હોવો જરુરી છે.
૫. આખરની બાકી
આખરની બાકી ખાતાવહી, રોજમેળ અને બેંકબુક સાથે ચકાસવી.