________________
૧૬
(બ) ભાડાની આવક :
૧. ભાડાની રસીદ સાથે ભાડાની આવક ચકાસવી.
૨. દર મહિને ભાડુ કેટલું છે તે નક્કી કર્યા પછી ભાડાની વાર્ષિક રકમની ગણતરી કરવી.
૩. જે વસ્તુનું ભાડુ લેવામાં આવે છે તે ચોપડા ઉપર બતાવેલ છે તે પણ ચકાસવું.
૪. મ્યુ. ટેક્ષ, ઇલેક્ટ્રીક બીલ વગેરે કોણ ભરે છે તે પણ ચકાસવું. ૫. ભાડાની આવકનો હવાલો પાડવામાં આવતો હોય તો શક્ય બને ત્યાં સુધી હવાલો ન પડાવવો કારણ કે ટ્રસ્ટના હિસાબો રોકડ પધ્ધતિથી રાખવામાં આવે છે.
(ક) વ્યાજ :
૧. વ્યાજની આવક વ્યાજના કાઉન્ટર પાર્ટ સાથે ચકાસવા.
૨. વ્યાજની રકમમાં ટી.ડી.એસ. થયેલ હોય તો ટી.ડી.એસ. ની એન્ટ્રી ચોપડે થયેલ છે તે ચકાસવી.
૩. ટી.ડી.એસ.સર્ટીફીકેટ ઇન્કમટેક્ષમાં મજરેલેવા માટે લઇ આપણી ફાઇલમાં મુકવા.
૪. વ્યાજની કુલ રકમને કુલ રોકાણ સાથે સરખાવી સરેરાશ વ્યાજ કેટલા ટકા મળ્યુ તે ચકાસવું ઉપરાંત કોઇ રોકાણનું વ્યાજ આવ્યું જ નથી ? તે પણ ચેક કરવું.
૫. રોકાણો કોઇ ખાનગી કંપનીમાં કરેલ છે કે નહી તે પણ ચકાસવું. ક્લમ ૩૫ વિરૂધ્ધ રોકાણ કરી શકાય નહીં.
(ડ) અન્ય આવક :
૧. અન્ય આવક જેવી કે ઇન્સેન્ટીવ, શ્રીફ્ળ વેચાણ, સભ્ય ફી, વિગેરે જે તે રસીદ સાથે રોજમેળ અથવા બેંકબુક સાથે ચકાસવી.
૨. સંસ્થાનો પ્રકાર જોઇ અન્ય આવક કઇ હોઇ શકે તે વિચારવું અને ખરેખર આવી આવક ચોપડે લીધી છે તે ચકાસવું જેમ કે
–