________________
૧૪
૧. ઉઘડતી બાકી
(અ) શરુની બાકી ખાતાવહી સાથે તપાસવી.
(બ) બેંકબુક અલગ બનાવી હોય તો બેંકની શરુની બાકી બેંકબુક સાથે તપાસવી. (ક) હાથ ઉપર રોકડની શરુની બાકી રોજમેળ સાથે તપાસવી.
૨. બેંકબુક
(અ) બેંકબુકની માસીક ચકાસણી કરવી.
(બ) બેંકબુકની ચકાસણી બેંક પાસબુક અથવા બેંક સ્ટેટમેન્ટ સાથે કરવી. આ પ્રકારની ચકાસણી કરતી વખતે () નિશાની કરવી.
(ક) કોન્ટ્રા :
૧. જે દિવસે બેંકમાંથી રોકડા ઉપડે છે તે જ દિવસે રોજમેળમાં જમા કરવામાં આવે છે તેની ચકાસણી કરવી.
૨. જે દિવસે રોજમેળમાંથી રોકડા ઉધારવામાં આવે છે તે જ દિવસે બેંકમાં ભરવામાં આવે છે તેની ચકાસણી કરવી * નિશાની તરીકે (૦) કરવું.
| (ડ) ચેકથી જે પણ ખર્ચ કરેલ હોય તેના વાઉચર્સ બેંકબુકની જમા બાજુ તપાસવા અને તે ચકાસણી કરતી વખતે () નિશાની કરવી.
(ઇ) બેંક વાઉચર્સ ચકાસતી વખતે બેંક પાસબુકમાં અથવા બેંક સ્ટેટમેન્ટમાં ક્લીયરીંગ છે કે ટ્રાન્સફ્ટ છે કે રોકડેથી ચુકવણી કરવામાં આવેલ છે તે ચકાસવું.
(ફ) રૂ. ૧૦૦૦૦/- થી ઉપર રોકડ ચુકવણી હોય તો તેની નોંધ લખી ટ્રસ્ટી અથવા જવાબદાર વ્યક્તિને બતાવવું અને તેના સાચાપણાની ખાત્રી કરવી.