________________
૧૩
આવુ ટ્રસ્ટ જો આવકવેરાના કાયદા મુજબનું ૮૦જી સર્ટીફીકેટ મેળવે તો આ ટ્રસ્ટને જે દાન આપે તે દાન આપનારને દાનની રકમના ૫૦% રકમ મજરે મળે છે.
પરંતુ કોઇપણ સ્પેસીફીક પ્રોજેક્ટ માટે આવકવેરાની કલમ ૩૫એસી હેઠળ મંજુરી મળે તો આપેલ રકમના ૧૦૦ ટકા રકમ મજરે મળે.
જે સાયન્ટીફીક રીસર્ચ અથવા સોસીયલ સાયન્સ ઉપર રીસર્ચના હેતુસર મેળવેલ દાન માટે ટ્રસ્ટે આવકવેરાની કલમ ૩૫ (I) (II) તથા ૩૫ (I) ( III) હેઠળનું સર્ટીફીકેટ આવકવેરા વિભાગમાંથી મેળવવું જોઇએ જેથી દાતાઓને આ ખાસ હેતુસર આપેલ દાનની રકમ આવકવેરાની જોગવાઇને આધીન ૧૨૫% સુધી મજરે મળે.
જો ટ્રસ્ટ વ્યાપાર કરતું હોય તો વ્યાપારના વ્યવહાર માટે હિસાબો જુદા રાખવા જરૂરી છે. અને વકરો ૪૦ લાખથી વધુ થતો હોય તો આવકવેરા કાયદાની કલમ ૪૪ એબી અનુસાર ટેક્ષ ઓડિટ પણ કરાવવું જરૂરી છે.
દરેક ટ્રસ્ટનો નવો કાયમી ખાતા નંબર ૪૯ (એ) ફોર્મ ભરી મેળવી લેવો તેજ રીતે ફોર્મ ૪૯ (બી) ભરી ટેક્ષ ડીડક્શન એકાઉન્ટ નંબર પણ મેળવી લેવો હિતાવહ છે.
કોઇપણ મિલકતના વેચાણથી પ્રાપ્ત થયેલ ચોકખી આવકમાંથી ઓછામાં ઓછી તેટલીજ કિંમતની મિલ્કત નવી ધારણ કરવી જેથી મૂડી નાનો વધારો આવકમાં ઉમેરાય નહીં.
આમ રીલીજીયસ કે ચેરીટેબલ સંસ્થાઓના વહીવટ માટે વહીવટકર્તાઓએ ઘણું ધ્યાન આપવું પડે છે.
ટ્રસ્ટીઓએ ઓડિટ વખતે શું તૈયાર રાખવું જોઇએ તે માટે ઓડિટમાં શું જોવાય છે તેની યાદી નીચે પ્રમાણે આપેલ છે જે ઉપરથી ઓડિટ વખતે તૈયાર રાખવાની વસ્તુનો ખ્યાલ આવે. ઉપરાંત ટ્રસ્ટીઓને એકાઉન્ટન્ટ ઉપર ધ્યાન રાખવામાં માર્ગદર્શન રૂપ બનશે.