________________
-----------------------
અંદાજપત્ર, હિસાબ અને તપાસણી
જે સાર્વજનિક ટ્રસ્ટ પાસે મુકરર રકમ કરતાં વધારે આવક હોય તે ટ્રસ્ટના ટ્રસ્ટીએ એકાઉન્ટીંગ વર્ષનાં પ્રારંભના ઓછામાં ઓછા એક મહિના પહેલા ચેરીટી કમિશ્રનને અંદાજપત્ર તૈયાર કરી આપવું જેમાં આગલાં વર્ષના આવક-જાવકના આંકડા હોય.
આ હિસાબની ઉઘરાણી...........
(૧) જેને લાભ મળવાનો છે. (૨) વ્યક્તિ જેને ટ્રસ્ટમાં રસ હોય. (૩) ચેરીટી ઓક્સિર દ્વારા કરી શકાય.
જો ચેરીટી કમિશ્નરને શંકા થાય કે ટ્રસ્ટનો વિશ્વાસઘાત થયો છે અથવા ટ્રસ્ટના પૈસાનો (નાણાનો) દુરોપયોગ થયો છે અથવા નાણાની ઉચાપત થઇ છે તો તેને જરૂર લાગે તો હિસાબની વિશિષ્ટ તપાસણી માટે તેની પાસે સત્તા છે અને તેના માટે તે આદેશ આપી શકે.
ચેરિટિ કમિશ્નરના કર્તવ્યો, કાર્યો અને સત્તા
- વહીવટની સામાન્ય દેખરેખ અને કાયદાનું અમલીકરણ કરાવવું. - ડેપ્યુટી અથવા આસીસ્ટન્ટ ચેરીટી કમિશ્નર દ્વારા કરેલ જાંચના
મુદાઓનો સ્વીકાર કે અસ્વીકાર કરવો. - ટ્રસ્ટના હિસાબોની વિશેષ તપાસ કરવાની સત્તા - સાર્વજનિક ટ્રસ્ટની મૂડીના રોકાણ માટે ટ્રસ્ટીઓને પબ્લીક
સિક્યોરીટીઝ સિવાયની અન્ય બાબતોની પરવાનગી આપવી. - ટ્રસ્ટની સ્થાવર મિલકતના પૃથ્થકરણની પરવાનગી આપવી. - ટ્રસ્ટને થયેલાં નુક્શાન સંબંધી જાંચ કરાવવી.
ખટલો દાખલ કરવો. ટ્રસ્ટની જોગવાઇ સિવાય ટ્રસ્ટની મૂડીને અન્ય રીતે વાપરવા બદલ ટ્રસ્ટીને નોટીસ આપવી અને તે સંબંધી કોર્ટને જાણ કરવી.