________________
૧૦
અથવા ટ્રસ્ટના ઉદેશની તારીખ સુધી ન વાપરવાના હોય ત્યારે ટ્રસ્ટીઓએ નાણાનું રોકાણ નીચે પ્રમાણે કરવું જોઇએ.
- કોઇપણ અનુસૂચિત બેંકમાં અથવા - પોસ્ટલ સેવીંગ બેંકમાં અથવા - રાજ્ય સરકાર દ્વારા પ્રમાણિત થયેલી કો. ઓપરેટીવ બેન્કમાં
અથવા - પબ્લીક સિક્યુરીટીઝમાં પબ્લીક સિક્યુરીટીઝ એટલે... - કેન્દ્રીય સરકાર અથવા રાજ્ય સરકારની મિલ્કતો. - સ્ટોકસ, ડીબેચર અથવા શેરો પરનું વ્યાજ અને ડીવીડન્ડની
રકમ જેની ખાતરી કેન્દ્રીય અને રાજ્ય સરકાર દ્વારા અપાયેલી હોય.
સ્થાનિક સંસ્થાન દ્વારા બહાર પાડેલા ડીબેચર અથવા અન્ય સીક્યુરીટીઝ એવી સીક્યુરીટીઝ જેને રાજ્ય સરકારના હુકમ દ્વારા સ્પષ્ટ માન્યતા મળેલી હોય. કોઇપણ સ્થાવર મિલ્કતનું પ્રથમ ધીરાણ મેળવીને નીચે મુજબની શરતો સળ થતી હોય તો ટ્રસ્ટીઓ સ્થાવર મિલ્કતની સામે પણ ટ્રસ્ટની મૂડીનું રોકાણ કરી શકે છે. - જે સ્થાવર મિલ્કતની જામીન લઇને ટ્રસ્ટના નાણાનું ધીરાણ
કરાયું હોય તે સ્થાવર મિલ્કત અમુક વર્ષો માટે ભાડા પર ના લીધેલી હોવી જોઇએ. એ કાયમી એની માલિકીની હોવી જોઇએ. ધીરાણ કરેલી રકમની કિંમત ગીરવે મૂકેલાં નાણાથી દોઢ ગણી થવી જોઇએ. ચેરીટી કમીશ્નર ટ્રસ્ટીને અન્ય કોઇ રીતે નાણા રોકવાની પરવાનગી આપી શકે.