SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વાનોના અભિપ્રાયો | [ ૫૯ ] आधुनिक ऐतिहासिक शोधसे यह प्रगट हुवा हैं कि यथार्थमें ब्राह्मण धर्म सद्भाव अथवा उसके हिन्दु धर्मरूपमें परिवर्तन होनेके बहुत पूर्व जैन धर्म इस देशमें विद्यमान था। . મુંબઈ હાઈકોર્ટના –ન્યાયમૂતિ રાંગણકર મોહન–જો–ડેરે, પ્રાચીન શિલાલેખે, ગુફાઓ તેમજ પ્રાચીન અનેક અવશેષો મળી આવતાં હોવાથી પણ જૈન ધર્મની પ્રાચીનતાનો ખ્યાલ આવે છે. જૈન મત ત્યારથી પ્રચલિત થયો છે કે જ્યારથી સૃષ્ટિની શરૂઆત થઈ. હું તે એ માનું છું કે-વેદાન્ત દર્શનથી પણ જૈન ધર્મ ઘણો જૂનો છે. –સ્વામી રામમિશ્રજી શાસ્ત્રી, છે. સંક્ત કૉલેજ-બનારસ. જૈન સાધુ ખરેખર પ્રશંસનીય જીવન વ્યતીત કરી રહ્યા છે. જૈન સાધુઓ પૂર્ણ રીતે વ્રત, નિયમ અને ઈન્દ્રિય–સંયમનું પાલન કરતા વિશ્વમાં આત્મસંયમનો એક જબરજસ્ત ઉત્તમ આદર્શ ઉપસ્થિત કરે છે. એક ગૃહસ્થનું જીવન પણ જૈનત્વ(યાને જૈન આચાર–વિચારનું પાલન કરનાર)ને વરેલ છે. તે એટલું બધું નિર્દોષ છે કે-ભારતવર્ષને એનું એક અભિમાન લેવું જોઈએ. ઐતિહાસિક સંસારમાં તે જૈન સાહિત્ય સર્વથી અધિક કામની વસ્તુ છે, જે ઇતિહાસ લેખકે તથા પુરાતત્ત્વવિશારદો માટે અનુસંધાન અને વિપુલ સામગ્રી આપનાર છે. –ડ, સતીશચંદ્ર વિદ્યાભૂષણ, M. A. Ph. D. કલકત્તા. ગ્રન્થો તથા સામાજિક વ્યાખ્યાનેથી એ જાણવાનું મળે છે કે જૈન ધર્મ અનાદિ છે. આ વિષય નિર્વિવાદ અને મતભેદ વગરને છે, તેમજ આ વિષયમાં ઇતિહાસના દઢ–મજબૂત પ્રમાણ પણ છે. –લોકમાન્ય બાળ ગંગાધર તિલક,
SR No.023279
Book TitleArhat Dharm Prakash
Original Sutra AuthorN/A
AuthorKirtivijay
PublisherAatmkamallabdhisuri Jain Gyanmandir
Publication Year1959
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy