________________
[ ૧૦ ]
આહુતધર્મ પ્રકાશ - છત્રી, જોડા, બૂટ વગેરેને પણ તેઓ ઉપગ કરતા નથી, તેમ જ તેમને કઈ જાતનું વ્યસન હોતું નથી. '
હમેશા જ્ઞાન, ધ્યાન, શાસ્ત્રચિંતન અને પઠન-પાઠનમાં જ કાળ નિર્ગમન કરે છે.
જૈન સાધુઓ પિતાને હાથે રસેઈ બનાવતા નથી, પરંતુ ઘેર ઘેર ભિક્ષા–ગોચરી લેવા જાય છે. ત્યાં માધુકરી વૃત્તિથી નિર્દોષ આહારપાણી ગ્રહણ કરે છે. ગૃહસ્થ પિતાના શ્રેય માટે સર્વસ્વ સમર્પણ કરે છે, પણ એ ત્યાગી સાધુઓ ખપ પૂરતી જ વસ્તુઓ ગ્રહણ કરે છે. રાતના કઈ પણ વસ્તુ રાખવાની હોતી નથી,
માથાના વાળ પણ હાથથી રાજીખુશીથી ખેંચી કાઢે છે. શરીર પરના મમત્વને દૂર કરવા આવા કઠીન પરીષહે પણ તેઓ આનંદથી સહન કરે છે.
સૂર્યોદય પછી બે ઘડી (૪૮ મિનિટ) પછી જ કંઈ પણ વસ્તુ મુખમાં નાંખવી હોય તે નાંખે છે અને સૂર્યાસ્ત પછી ભેજન–પાણીને ઉપયોગ બીલકુલ કરતા નથી. જૈન સાધુઓ આવી કઠિન પ્રતિજ્ઞાઓનું સહર્ષ પાલન કરે છે.
જૈન સાધુનું આખું ય જીવન આત્મશુદ્ધિ અને વિકપકાર માટે હોય છે. વિસ્તારના ભયથી અહીં વધુ લખતા નથી.
આવા મહાન ત્યાગી સંત-સાધુઓ આજ પણ સેંકડોની સંખ્યામાં આ પૃથ્વીતલ પર પગપાળા પ્રવાસ કરી રહ્યા છે. આજે જગતમાં જે કંઈ શાંતિ, સુખ ને આબાદ