SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રધર્મ ગાય જેમ ઘાસને દૂધરૂપે પરિણમાવી શકે છે તેમ તે અન્ય ધર્મશાસ્ત્રને પણ હિતકરૂપે પરિણુમાવી શકે છે અને તે દ્વારા કહેવાતા ધાર્મિક કલહ શાન્ત પણ કરી શકે છે. - ચૌદ રાજલકના જન્તુમાત્રને અભયદાન આપવાની ચાવી એક માત્ર સમ્યજ્ઞાન છે. એક પુરુષને સમ્યજ્ઞાનાભિમુખ કરે અને ચૌદ રાજલેને જતુમાત્રને અભયદાન દેવું એ બને બરાબર છે. આવો અદ્દભુત મહિમા સમજ્ઞાનને છે. આત્મશુદ્ધિને લગતાં ગમે તે સમ્પ્રદાયના સાહિત્યમાં સર્વત્ર સમ્યજ્ઞાન સર્વોપરિપણું ભેગવે છે. શ્રી મુંડકોપનિષદ્દમાં (મું. ૩, ૧, લેક પમાં, સન ૪ખ્યતપુરા હૈષ અમિત સભ્ય જ્ઞાન ત્રહ્મા નિત્યમ્ | આત્મપ્રાપ્તિનું સાધન સમ્યજ્ઞાન જણાવેલું છે. “તમત્તલ સમ્યગ્નાની જવા પાપ કર્મો કરતા નથી. એ ધર્મવચન પણ સમ્યજ્ઞાનને મહિમા બતાવે છે. મેક્ષધર્મરથના સૂત્ર અને ચારિત્ર એ બને ચક્રો છે. આ રીતે સૂત્ર અને ચારિત્ર અથવા શિક્ષણ અને સંસ્કાર અને સાપેક્ષ છે. એક બીજાની ઉપેક્ષા કરવાથી ધર્મરથ આગળ ચાલી શકે નહિ. જેમ સંસ્કાર વિનાનું કેવળ જ્ઞાન કે શિક્ષણ આપણી જીવનશુદ્ધિ કરી શકે નહિ તેમ સમ્યજ્ઞાન વિનાનું ચારિત્ર પણ મેક્ષસિદ્ધિ સાધી શકે નહિ. સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એ બન્નેને જીવનમાં સરખું સ્થાન આપવાથી જ જીવન સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની શકે છે. નવરાત્રિ મોક્ષના થી વાચકમુખે પણ મેક્ષમાર્ગે જવા માટે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક ચારિત્ર આ રત્નત્રયરૂપ પાથેયની આવશ્યકતા બતાવી છે.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy