SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતધર્મ ૩૯ આવશ્યકતા છે! વ્રતની પ્રતિજ્ઞા લેવાની આવશ્યક્તા એટલા માટે છે કે સંકટના સમયે વ્રત પાલનની પ્રતિજ્ઞા એક પરમપ્રિય મિત્રનું કાર્ય સાધે છે. આપણને તે અધઃ પતિત થતાં પહેલાં બચાવે છે અને ધર્મને સાચો રસ્તો બતાવે છે. મહાત્માજી આજે મહાત્મા બન્યા છે એનું ઘણુંખરું શ્રેય તેમની માતુશ્રીએ આપેલ “પ્રતિજ્ઞા અને મળે છે—કે જે પ્રતિજ્ઞાના પાલનથી મહાત્માજી આજે મહાન બની શક્યા છે. સંકટના સમયે વ્રતપાલનનું સ્મરણ કરાવનાર, વ્રતપાલન માટે વારંવાર પ્રેરણા આપનાર અને પ્રલોભનના સમયે સંયમને મર્મ સમજાવનાર વ્રતધર્મ એ આપણે સાચો મિત્ર બને છે. આવા સાચા ધર્મમિત્રને આપણે શી રીતે અવગણી શકીએ? વ્રત વિષે આટલો બધે વિસ્તારપૂર્વક વિચાર કર્યા બાદ પાખંડ” એટલે વ્રત, અને એ લૌકિક કે લકત્તર ધર્મવ્રતને ધારણ કરનાર “પાખંડી” કહેવાય છે, એ સહજ રીતે સમજી શકાય એમ છે. ગ્રામધર્મ, નગરધર્મ તથા રાષ્ટ્રધર્મને જીવનમાં મૂર્ત સ્વરૂપ આપવા માટે પાખંડધર્મ–વતથર્મને સ્વીકારવું જોઈએ. શાસ્ત્રકારોએ પણ એ દષ્ટિએ ગ્રામધર્મ, નગરધર્મ અને રાષ્ટ્રધર્મ બાદ “પાખંડધર્મ” વર્ણવ્યું છે.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy