________________
ધર્મ અને ધર્મનાયક રાષ્ટ્ર’ શબ્દની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકાર ફરમાવે છે કે જે પ્રાકૃતિક મર્યાદાથી મર્યાદિત હોય, એક જ જાતિ તથા એક જ સભ્યતાના મનુષ્યો જ્યાં રહેતા હેય, તે દેશનું નામ રાખ્યું છે.
ગામે તથા નગરને સમૂહ-સમુદાય પણ રાષ્ટ્ર કહેવાય છે.
જે કાર્ય કરવાથી રાષ્ટ્ર સુવ્યવસ્થિત થાય, રાષ્ટ્રની ઉન્નતિ– પ્રગતિ થાય, માનવસમાજ પિતાના ધર્મનું બરાબર પાલન કરતાં શીખે, રાષ્ટ્રની સંપત્તિનું સંરક્ષણ થાય, સુખશાન્તિનો ફેલાવો થાય, પ્રજા સુખી થાય, રાષ્ટ્રની પ્રસિદ્ધિ થાય અને કેઈ અત્યાચારી પરરાષ્ટ્ર
સ્વરાષ્ટ્રના કેઈ અંગપ્રત્યંગ ઉપર પણ અત્યાચાર ન કરી શકે તે રાષ્ટ્રધર્મ છે.
રાષ્ટ્રધર્મનું પાલન કરવાની જવાબદારી રાષ્ટ્રનિવાસી પ્રત્યેક વ્યક્તિ ઉપર છે. કારણ કે એક જ વ્યક્તિનાં કરેલાં સારા કે ખરાબ કામથી રાષ્ટ્ર વિખ્યાત કે બદનામ થઈ શકે છે. આ વાત નીચેના બનેલા ઉદાહરણથી સ્પષ્ટ સમજાઈ જશેઃ
એક દિવસ એક ભારતીય સજજન (!) યુરોપની એક મોટી લાયબ્રેરીમાં ગ્રન્થાવલોકન માટે ગયેલા. ત્યાં એક સચિત્ર પુસ્તક વાંચતાં વાંચતાં એક સુંદર બહુમૂલ્ય ચિત્ર તેમના જોવામાં આવ્યું. તેમને તે ચિત્ર ખૂબ જ ગમી ગયું, અને ચોરીછુપીથી કઈ પણ ઉપાયે તે ચિત્ર ચેરી લીધું. દુર્ભાગ્યે કે સુભાગ્યે તે વાત ગ્રન્થપાલના જાણવામાં આપી. ગ્રન્થપાલે તપાસ કરી તેમને પકડ્યા અને ઉચિત દંડ આપે. આ દુષ્કૃત્યનું દુષ્પરિણામ એ આવ્યું કે ગ્રન્થપાલે બીજે દિવસે એવો નિયમ બનાવ્યો કે “આ લાયબ્રેરીમાં કઈ ભારતવાસીને આજ્ઞા માગ્યા સિવાય દાખલ થવાની રજ નથી.”
એક વ્યક્તિના દુષ્કૃત્યથી ભારતના હજારો વિદ્યાર્થીઓ યુરોપમાં જઈ તે લાયબ્રેરીમાં બહુમૂલ્ય ગ્રન્થને જ્ઞાનાભ્યાસ કરી જ્ઞાનલાભ