________________
નગરવમ
૧૧
પેાતાને મત આપી પ્રજાહિતના વિધાતક કાયદાઓને પસાર કરવામાં સરકારને સાથ આપે છે.
આવા પ્રજાહિતવિધાતક કાયદાને ધડતી વખતે અનતે સખત વિરાધ કરવા એ પ્રજા તરફથી ચુટાયેલા નાગરિક સભ્યાના નગરધર્મ છે. પણ આ નગરધર્મ કીર્તિલાભને કારણે ભુલાઈ જવાથી નાગરિકો પેાતાના હાથે પ્રજાહિતનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરે છે. કેટલાક નાગરિકાની એવી ખેાટી માન્યતા છે કે “ સરકારે— રાજાએ ઘડેલા કાયદાઓને વિરાધ કરવા એ રાજાને–સરકારને વિરાધ કરવા જેવું કૃત્ય છે, અને રાજા–સરકાર વિરુદ્ધ કાર્ય ન કરવું જોઈ એ એવી શાસ્ત્રકારાની આજ્ઞા છે.”
આ પ્રમાણે કહેનારા નાગરિકા શાસ્ત્રના વાસ્તવિક તત્ત્વને જાણુતા નથી એમ કહેવું જોઈ એ. કારણ કે શાસ્ત્રકારાએ જે
विरुद्ध रजाइकम्मे ૧
અર્થાત્—રાજ્યથી વિરુદ્ધ કાર્ય ન કરવું જોઈએ કહ્યું છે, તેને ભાવાર્થ એ છે કે રાજ્ય એટલે સુવ્યવસ્થાથી વિરુદ્ધ કાર્ય ન કરવું જોઈ એ. આ સૂત્રને વિષે સામાન્ય લાંકાની જે ભ્રમણા પેદા થઈ છે તે ‘રાજ્ય અને રાજા ' શબ્દ વિષેની છે.
:
સામાન્ય લેાકા રાજ્યને રાજા સમજી બેસે છે તે તેમની મેટી ભૂલ છે. કારણ કે રાજ્ય એટલે દેશની સુવ્યવસ્થા. રાજ્ય ’–દેશની સુવ્યવસ્થાને વિરોધ ન કરવા જોઈ એ એવું શાસ્ત્રનું ફરમાન છે. પણ રાજા જે અનીતિ–અનાચારથી રાજ્યવ્યવસ્થા બગાડતા હોય તે તેની વિરુદ્ધ હિલચાલ કરવાની જૈનશાસ્ત્રો મના કરતાં નથી.
આજે શરાબ, ગાંજો, ભાંગ, અીણુ આદિ માદક પદાર્થોનો ઇજારા સરકાર પોતે રાખે છે. હવે પ્રજા માદક પદાર્થોના અવગુણ
૧ ત્રીજા અદત્તાદાન નામના વ્રતના અતિચાર જીએઃ ઉપાસકદશાંગસૂત્ર