SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ગણવિર ૨૧૯ નિયુક્ત કરવામાં આવતા. ગણતંત્ર ન્યાયાલય એક આદર્શો ઢંગનું હતું, કે જ્યાં સસ્તા અને સાચેા ન્યાય આપવામાં આવતા. ગણતંત્રના સદસ્યાને જ્યાં દરબાર ભરવામાં આવતા તે સ્થાન Town hallના નામે ઓળખાતું. ગણનાયક ચેટક ગણરાજ્યાની સુવ્યવસ્થા કરવામાં કુશળ હતા. બધાં ગણરાજ્યાના અધિનાયકો તેનું નેતૃત્વ સ્વીકારતા અને તેની આજ્ઞાને શિરાધાય કરતા. ચેટક પેાતે આય, દીપ્ત અને અપરાભૂત-કોઈથી ગાંજ્યા ન જાય એવા હતાં. તેની અપ્રતિમ પ્રતિભાશક્તિ આગળ બધા નમતું આપતા. પ્રજાને સુખી બનાવવા માટે પાતાથી તે શક્ય પ્રયત્ના કરતા. અન્યાય સામે તે જેહાદ જગવતા અને ન્યાયની આગળ નમતું આપતા. આ તેની ગણનાયક તરીકેની ખાસ વિશેષતા હતી. મહારાજ ચેટક ગણુનાયકનાં ગુણાથી સપન્ન હતા. અને તેથી જ ખીજાં ગણરાજ્યાના અધિનાયકો તેની આજ્ઞા શિરાધા કરતા. એક વખત મહારાજ ચેટકને ગણનાયક તરીકેની કડવી ફરજ બજાવવાનુ જોખમભર્યું કામ માથે આવી પડયું. પ્રસંગ એવા હતા કે, મહારાજ ચેટકના ભાણેજ મગધાધિપતિ કોણિકે પેાતાના ભાઈ વિહલકુમારના ભાગમાં આવેલા હાર–હાથી ઝૂંટવી લેવા માટે વિહા કુમારની સાથે અન્યાય કર્યાં. વિહલકુમાર ગભરાયા અને મહારાજ ચેટકની શરણે આવ્યેા. ગણનાયક ચેટકે વિઠ્ઠલકુમારની બધી વાત શાન્તિપૂર્વક સાંભળ્યા બાદ કહ્યું કે, મહારાજ કોણિકના આ અન્યાય છે. હાર–હાથી ઉપર તેના જરાપણુ અધિકાર નથી. મગધાધિપતિ કોણિક અને વિહલ્લકુમાર બંને ગણનાયક ચેટકના ભાણેજ હતા. એક અન્યાયને પંથે હતા અને બીજો ન્યાયને પંથે હતા. અન્યાયને પ્રતિકાર કરવા અને ન્યાયને પ્રચાર કરવા એ ગણતંત્રનુ ધ્યેય હેાય છે. આજે ગણતંત્રના ધ્યેયને સિદ્ધ કરવાના શુભ પ્રસંગ સાંપડયા હતા. ગણુનાયક ચેટકે બધાં ગણરાજ્યાના અધિનાયકોને એકઠા કર્યાં અને ગણધર્મ ઉપર આવેલી ફરજને બજાવવાના હેતુ સમજાવ્યેા. બધાં
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy