________________
ગણસ્થવિર–ગણનાયક
માનવકુળ અનેક નાનાં મોટાં કુટુઓમાં વહેંચાએલું છે. આ બધાં કુટુઓમાં પરસ્પર પ્રેમસંબંધ, સ્નેહસદ્દભાવ તથા ગ્ય વ્યવસ્થા જળવાય તે માટે બધાં કુટુમ્બનું એક મધ્યસ્થ મંડળ સ્થાપવામાં આવે છે જે “ગણે અથવા “કુટુમ્બ સમૂહ” એ નામથી ઓળખાય છે. આ ગણું નું મુખ્ય કામ કુળની મર્યાદા સાચવવાનું અને કુળની યોગ્ય વ્યવસ્થા કરવાનું હોય છે. જે વ્યક્તિ આ ગણતંત્રનું બરાબર નિયંત્રણ અને સંચાલન કરે છે તે ગણસ્થવિર કે ગણનાયક તરીકે ઓળખાય છે. - પ્રાચીન સમયમાં ગણતંત્ર–પ્રજાતંત્રની પ્રણાલી બહુ પ્રચલિત હતી. ભ. મહાવીરના સમયમાં અઢાર ગણરાજ્યો હતાં અને એ ગણરાજ્ય પરસ્પર બહુ જ સલાહસંપથી રહેતાં અને ગણરાજ્યની યોગ્ય વ્યવસ્થા કરતાં. આ અઢાર ગણરાજ્યને ગણસ્થવિર ચેટક હતે.
જૈનસમાં ગણનાયક ચેટકને જે કાંઈ જીવનપરિચય મળે છે તે ઉપરથી ગણવિર કેવો હોવો જોઈએ તેને સ્પષ્ટ ખ્યાલ આવે છે.