________________
૧૮૨
ધર્મ અને ધર્મ નાયક અવિશ્વાસ વેરઝેરને વધારતો જાય છે અને પિતાપુત્ર, પતિપત્નીને પરસ્પર વિશ્વાસ પલાયન થતું જાય છે. પિતા પુત્રથી અને પુત્ર પિતાથી અને પતિ પત્નિીથી અને પત્ની પતિથી વાત છુપાવે છે. એટલે સુધી કે ખાદ્ય વસ્તુને પણ તાળાં લગાવે છે. જ્યાં જુઓ ત્યાં રાષ્ટ્રધર્મની બરાબર વ્યવસ્થા ન હોવાને કારણે ચોરી, ખૂન, વ્યભિચાર આદિ અત્યાચારોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે, પણ એ આનંદને વિષય છે કે હવે રાષ્ટ્રમાં જાગૃતિને જુવાળ આવતે જાય છે, રાષ્ટ્રન્નતિ માટે પરસ્પર વિચારવિનિમય કરવામાં આવે છે. જે દિવસે રાષ્ટ્રધર્મની સમુચિત વ્યવસ્થા કરવામાં આવશે અને રાષ્ટ્રધર્મના
યેય-સ્વાતંત્ર્ય તથા વિશ્વશાન્તિને પહોંચી વળવા માટે સતત પ્રયત્ન કરવામાં આવશે તે દિવસે જેનયુગને રાષ્ટ્રધર્મ વિશ્વશાતિના સામ્રાજ્યમાં રાજ્યવ્યવસ્થા કરતે જોવામાં આવશે.
ભારતદેશ ખેતીપ્રધાન દેશ છે. ખેતી દ્વારા જગતનું પાલનપિષણ કરનારા ખેડુતે ગામડાઓમાં રહે છે, એટલા માટે ભારતદેશ ગામડાઓમાં વસેલ છે.
જે પ્રમાણે જે બાગમાં હજાર વૃક્ષ આંબાના હોય અને માત્ર ૧૦-૨૦ લીંબુ કે જાંબુડાનાં વૃક્ષો હોય તે તે આંબાવાડી કહેવાય છે તેમ ભારતવર્ષમાં ગરીબ જનતા વધારે છે અને અમીરે, શેઠ શાહુકારે બહુ ઓછા પ્રમાણમાં છે. આવી અવસ્થામાં ભારતવર્ષ ગરીબોને દેશ છે, શેઠ શાહુકારેને નહિ.
મોટા મોટા શેઠ શાહુકાર પણ ગરીબની કૃપાથી સુખ માણે છે. આવી અવસ્થામાં ગરીબોની રક્ષા કરવામાં ન આવે અને શેઠ શાહુકારે પિતાના ધનબલથી ધન એકત્રિત કરતા જાય તે એમ ન કહી શકાય કે દેશ સુખી થઈ રહ્યો છે, કારણ કે દેશ ગરીબને છે. એટલા માટે જ્યાં સુધી ગરીબ લેકે સુખી ન થાય ત્યાં સુધી દેશ સુખી થયો કહી શકાય નહિ. સાચો રાષ્ટ્રધર્મ તે તે છે કે જે રાષ્ટ્રિ