________________
ધર્મ અને ધર્મ નાયક
જૈનત્રામાં સ્થાનાંગસૂત્ર' નામના ત્રીજા અંગસૂત્રમાં નીચે લખેલા દશ પ્રકારના ધર્માનું વિધાન કરવામાં આવ્યું છેઃ
(૧) ગ્રામધર્મ, (ર) નગરધર્મ, (૩) રાષ્ટ્રધર્મ, (૪) વ્રતધર્મ, (૫) કુલધર્મ, (૬) ગણધર્મ, (૭) સધધ, (૮) સૂત્રધર્મ, (૯) ચારિત્રધર્મ, (૧૦) અસ્તિકાયધ.
આ દશ પ્રકારના ધર્માનું યથાવિધિ પાલન કરાવવા માટે તથા અન્યાન્ય નૈતિક તથા ધાર્મિક વ્યવસ્થા જાળવવા માટે નીચે લખેલા દશ ધર્માંનાયકાનું પણ સૂત્રમાં વિધાન કરવામાં આવ્યું છેઃ
(૧) ગ્રામસ્થવિર, (૨) નગરસ્થવિર, (૩) રાષ્ટ્રસ્થવિર, (૪) પ્રશાસ્તાસ્થવિર (૫) કુલસ્થવિર, (૬) ગણુસ્થવિર, (૭) સાઁધસ્થવિર, (૮) જાતિસ્થવિર (૯) સૂત્રસ્થવિર (૧૦) દીક્ષાવિર.
ઉપર લખેલા દશ પ્રકારના ધર્માં તથા ધનાયકાની વિશેષ વ્યાખ્યા પ્રસ્તુત પુસ્તકમાં ક્રમશઃ કરવામાં આવશે.
૧. સ્થાનાનસૂત્રમ્ વામ—સ્થાન