SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ધર્મ અને ધર્મ નાયક અને કેટલા કરવા, ગાય, ભેંશ આદિ પશુધનની સારસંભાળ કેમ રાખવી વગેરે કૃષિ-સુધાર વિષે સ્પષ્ટ સમજુતી આપતા. કાઈવાર મદ્ય અપેારના નવરાશના સમયે બહેનને અને માતાઆને પણ એકઠા કરી ‘સ્ત્રીધમ” વિષે સાદી ભાષામાં સમજણ આપતા, કાઈવાર બાળકાને કેવીરીતે પાળવા–પાષવાં વગેરે વિષે સારી શીખામણ આપતા, કાઈવાર ધરમાં સફાઈ ક્રેવીરીતે રાખવી તેનું જ્ઞાન કરાવતા અને ક્રાઈવાર સ્ત્રીઓએ નવરાશના સમયે રેંટિયા કાંતા, વણુવું, ગૂંથવું વગેરે ધરધ ધા કરતાં રહેવા માટે તેમાં ઉત્સાહપ્રાણ ફૂંકતા. કાઈવાર મધા ગામના નવલેાહીવતા નવજીવાનેાતે બપોરે એકઠા કરી યૌવનધનની કીંમત સમજાવતા. કાઈવાર નવયુવાને દેશનું, સમાજનું અને ધર્મનું કેટલું હિત સાધી શકે છે તેને આખેબ ચિતાર આપતા અને ઉષાના આંગણે ઊભેલા નવયુવાનેએ પોતાની યૌવનશક્તિને સ્વપરવિકાસમાં કેવીરીતે સદુપયાગ કરવા જોઈએ તેની સ્પષ્ટ સમજુતી આપી યુવાનેમાં યૌવનપ્રાણ પૂરતા અને યૌવનની પ્રાણપ્રતિષ્ઠા સાચવવા માટે જાગ્રત રહેવાની ચેતવણી આપતા. કૈાઈવાર સબ્યાના સમયે મધેા શેરીઓના બાળકાને પણ એકઠા કરતા અને તેમને રમત-ગમતા શીખડાવતા, કાઈવાર તેમને અક્ષરજ્ઞાન આપતા, કાઈવાર બાળ¥ાને ભાવિજીવનના વિકાસની હિતસલાહ આપતા; અને કાર્દવાર હાસ્યયુક્ત વાતા કહી બાળકાને પેટ પકડી હસાવતા. આ પ્રમાણે મા બાળા, સ્ત્રીઓ, યુવાન, વૃદ્ધો બધાને ખૂબ જ પ્રિય થઈ પડયા હતા. મધાની આ સત્પ્રવૃત્તિથી ગામના લેાકેા તેને પોતાના ગ્રામનાયક સમજતા અને તેનું કહ્યું માનવા હમેશાં તૈયાર રહેતા. મધા કહેવા કરતાં કરી બતાવવામાં માનતા હતા. શેરીઓમાં કે રસ્તા ઉપર કુડાકચરા પડયા હાય તે તે ઉપાડી બહાર ફેંકી આવતા, અને ગંદકીવાળાં સ્થાનને એકદમ સાફ કરી નાંખતા. ધણીવાર
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy