SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૩ પરિશિષ્ટ સુનિયંત્રિત અને નિયમબદ્ધ કરવા માટે બજાર-હાટ તથા નગરે પણ જરૂર ઉત્પન્ન થશે. - જ્યાં સુધી માનવસમાજ આજની માફક રાજદ્વારા નિયંત્રિત રહેવાનું સ્વીકારશે ત્યાં સુધી રાજધાની અને તેની અવ્યવસ્થા અનિવાર્ય છે. આમ છતાં માનવજાતિનું મુખ્ય કેન્દ્ર તે ગ્રામ જ છે. કારણ કે ગામડાનો ખેતીની સાથે સજીવ સંબંધ છે. યુરેપે ઔદ્યોગિક પ્રગતિના નામે આ સ્વાભાવિક સ્થિતિને બદલાવી દેશદેશાત્રેની સાથે સંબંધ જોડી ખેતીને બદલે કારખાનાં ને અધિક મહત્વ આપ્યું છે. આનું દુષ્પરિણામ એ આવ્યું કે ગામડાંઓ તદન ઉજડ–વેરાન થઈ ગયાં અને જ્યાંત્યાં નાનાં નગર વસવા લાગ્યાં. નાગરિકે ગામડાઓને સાર–સર્વસ્વ-ધાન્યબુદ્ધિગામડાનો પુરુષાર્થ તથા ગામડાની મહેનતને પણ પિતાની તરફ ખેંચી જવા લાગ્યા. - નગર, ગાંમડાંની આવશ્યક્તાઓની પૂર્તિ કરવાને બદલે આજે તેને જ આજીવિકાનું સાધન બનાવી બેઠાં છે. એટલું જ નહિ પણ પિતાની આજીવિકાની પૂર્તિ ગામડાંઓથી થાય છે એટલા માટે ગામડાંને જીવિત રાખવા માગે છે. આ કૃત્રિમ સ્થિતિને લીધે માનવસમાજનું આરોગ્ય, તેનું આયુષ્ય, ચારિત્ર્ય અને તેની સંતોષવૃત્તિને ભારે આઘાત પહોંચ્યો છે. આ આઘાતને દૂર કરવામાં અને ગામડાંઓને પુનઃ સજીવન કરવામાં જ માનવસમાજનું કલ્યાણ રહેલું છે. ગામડાંઓની પ્રાણપ્રતિષ્ઠા ગ્રામધર્મના પાલનથી જ સાચવી શકાય એમ છે. ગ્રામધર્મના પાલનથી ગામડાંઓ પુનઃ સજીવન થશે. ગ્રામોદ્ધાર આજે હિન્દુસ્થાનમાં ગામડાંના સમાજની અસાધારણ દુર્દશા છે. શહેરમાંથી પરદેશી માલ અને મેજરેખની વસ્તુઓ ગામડાંમાં પહોંચે છે; ધંધાઉદ્યોગ પહોંચતા નથી. શહેરી દુર્ગણતાં ઝપાટાથી ફેલાવા માંડયા છે; પણ શહેરમાં જે ધર્મવિચારની જાગૃતિ, રાજકીય પ્રગતિ
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy