________________
“ધર્મવ્યાખ્યા” પુસ્તકનું ધનવધન સાથે સ્વતન્ન સંપાદન કરવા જતાં ભાવ તથા ભાષામાં સાધુભાષાથી વિપરીત, ઓછું કે અધિક લખાયું હોય તે પૂજ્યશ્રીની તથા સુજ્ઞ શ્રાવકેની ક્ષમા યાચું છું. અને ભવિષ્યમાં તેનું સંશોધન થાય તે માટે ભૂલો તરફ મારું ધ્યાન ખેંચવા પ્રાર્થના કરું છું.
આ પુસ્તકના સંપાદનને અંગે ધર્મવ્યાખ્યા પુસ્તકને મુખ્ય આધાર લીધે છે અને તે પુસ્તકમાં વર્ણિત દશ ધર્મો વિશેષ સ્પષ્ટ કરવા માટે લોકજીવન, ધર્મ, રાજકથા આદિ કેટલાંક પુસ્તકને તથા જેન” પત્રના અગ્રલેખેનો ઉપયોગ કર્યો છે તે બદલ પ્રકાશકોને તથા લેખકેને આભાર માનું છું. અને સંપાદન તથા પ્રકાશનકાર્યમાં ભૂલ થઈ હોય તે ધ્યાન ખેંચવા વિનવું છું.
શ્રી હિતેષુ શ્રાવક મંડળ, શ્રી દુર્લભજી ઝવેરી, પં. બેચરદાસજી શ્રી. ધીરજલાલભાઈ. શ્રી. ખુશાલદાસભાઈ, શ્રી પ્રમોદભાઈ શ્રી દલસુખભાઈવગેરે આપ્તજનોએ પ્રોત્સાહનદ્વારા, પં. મુનિશ્રી સંતબાલજી, આત્માથી મેહનષિજી વગેરે મુનિવર્યોએ સહકારધારા અને ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલયના માલીક શંભુભાઈએ તથા “સૂર્યપ્રકાશ પ્રેસના મેનેજર શ્રી શાસ્ત્રીજીએ પુસ્તક પ્રકાશનમાં મદદદ્વારા જે મને સુંદર સહકાર આપ્યો છે. તે બધાનો અને આભાર માનવાની આ તક લઉં છું.
જ્ઞાનપંચમી જેતપુર (કાઠિયાવાડ)
14
શાન્તિલાલ વનમાળી શેઠ