________________
સૂત્રધર્મ જૈનધર્મમાં અહિંસા, સત્ય આદિ મંગલધર્મો વિષે સૂક્ષ્મ વિચાર કરતાં જીવ, અજીવ આદિ નવ તત્ત્વો તથા અનેકાન્તવાદ, નયવાદ, પ્રમાણુવાદ કર્મવાદ, લેકસ્વરૂપ આદિ મૌલિક સિદ્ધાન્તનું જે અન્વેષણ કરવામાં આવ્યું છે તે એવું સ્વાભાવિક અને વૈજ્ઞાનિક છે કે જેથી તે જૈનધર્મ સૌ કોઈને માટે આચરણીય થઈ પડે છે. વિજ્ઞાનના વિકાસની સાથે જૈનધર્મનું રહસ્ય જનસમાજને સમજમાં આવતું જશે. જૈનધર્મનાં સિદ્ધાતોને બરાબર સમજવા માટે અનેકાન્તવાદ એક ચાવી છે. આજે ધર્મનું વાસ્તવિક સત્ય જે પ્રાયઃ ભૂલાઈ ગયું છે તેનું પ્રધાન કારણ અનેકાન્તવાદની અવગણના છે. અનેકાન્તવાદની ચાવીદ્વારા જ્યારે જૈનધર્મનું પ્રવેશદ્વાર ઉઘાડવામાં આવશે ત્યારે જૈનધર્મને સાક્ષાત્કાર થઈ શકશે.
એક પ્રશ્ન, જે આખી દુનિયામાં ચર્ચાઈ રહ્યો છે કે, જે અહિંસા કલ્યાણ કરનારી છે. તે અહિંસાધમાં જૈનેની અવનતિ કેમ થઈ ? આ વાત સત્ય છે કારણ કે વાસ્તવમાં અવનતિ થઈ રહી છે. ભારતમાં અહિંસાને પાળનાર ઘણું છે, ભલે બીજી વાતમાં ભેદ હોય; પણ શૈવ, વૈષ્ણવ જૈન આદિ બધા ધર્મોએ “અહિંસા પરમો ધર્મ : ” સ્વીકાર્યો છે, તે અહિંસાપ્રધાન ભારત દેશની અવનતિ કેમ થઈ ?
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે અહિંસાધર્મ આચરણીય ધર્મ છે. આનું અક્ષરશ: પાલન કરનાર બહુ થોડા છે અને તે પણ નામ માત્રના છે.
અહિંસાધર્મનું પાલન વીરપુરુષો કરી શકે છે; જયારે આજે મનુષ્યમાં ડર પેસી ગયો છે. જે મનુષ્ય ડરપોક છે, તે અહિંસાનું પાલન કદાપિ કરી શકતા નથી.
જ્યાં સુધી મનુષ્ય સારી રીતે અહિંસાનું પાલન કરતાં શીખે નહિં, ત્યાંસુધી ઉન્નતિ કદાપિ થઈ શક્તાની નથી, એ વાત સુનિશ્ચિત છે.
અહિં કોઈ શંકા કરી શકે છે કે જ્યારે અહિંસાનું પાલન ક્ય વિના ઉન્નતિ થવી સંભવિત નથી, તે પછી હિંસ કરવા છતાં પણ યુરોપ આદિ પાશ્ચાત્ય દેશોની ઉન્નતિ કેમ થઈ?