________________
સૂત્રધ
૮૭
જેવી રીતે પાંચ અને પાંચ મેળવવાથી દશ જ થાય છે, તે વાત પ્રત્યેક મનુષ્ય સરળતાપૂર્વક સમજી શકે છે. તેવી જ રીતે જૈનધર્મના સિદ્ધાન્તો પણ સરળતાપૂર્વક સમજી શકાય તેવા છે; અને તેની સત્યતા પણ શ્રેણી જલ્દીથી માલુમ પડી શકે છે; અર્થાત્ જૈનધર્મના સિદ્ધાન્તાની લગભગ બધી વાતા પેાતાના અનુભવથી સમજી શકાય એવી છે.
પ્રત્યેક મનુષ્ય એ વાત સારી રીતે જાણે છે કે જે ધર્માં હિંસાનું પ્રતિપાદન કરે છે, તે ધર્મ વાસ્તવમાં ધર્મ જ નથી. હવે તમે તાવા કે જૈનધમ હિંસાનું પ્રતિપાદન કરે છે કે અહિંસાનું ? અહિંસાનુ
તમારી પાસેથી જો કાઈ મનુષ્ય દગાબાજીથી કાઈ ચીજ ઝૂંટવી લે, તે તમે તેને ધમી કહેશો કે અધમી 2 અધમી.
પ્રત્યેક મનુષ્ય શિખ્યા વિના, કેવળ પોતાના અનુભવથી જ આવા કૃત્યને અધર્મી કહી શકે છે. આ જ પ્રમાણે જૈનધર્મના સિદ્ધાન્તા પણ અનુભવસિદ્ધ છે. તેની સત્યતા બતાવવા માટે પ્રમાણ દેવાની આવશ્યકતા નથી. પેાતાના આત્માને અનુભવ જ તે સિદ્ધાન્તાની સત્યતા માટે પ્રમાણભૂત છે.
જો કાઈ કહે કે જેઓએ અહિંસાને ધર્મ બતાવ્યા છે, તેઓએ બતાવેલ ભગાળ-ખગોળ, આધુનિક ભૂગોળ-ખગોળની સાથે મળતાં આવતાં નથી, તે પછી તમે તેને સર્વજ્ઞ શા માટે માને છે ?
આ પ્રશ્નના ઉત્તર એ છે કે મેં તેને ભૂંગાળ-ખગાળ રચવાને માટે પરમાત્મા માન્યા નથી, પણુ અહિંસા, સત્ય આદિ મંગળ ધર્માંના પ્રરૂપક હેવાને કારણે પરમાત્મા માન્યા છે. હવે તેઓએ બતાવેલ ભૂંગાળ ખગાળ, આધુનિક ભૂગાળ—પગેાળ સાથે મળતી આવતી નથી, તેને માટે અમારી પાસે એવું કાઈ સાધન નથી, કે જે વડે તમને બતાવી શકીએ કે તેઓએ ભૂગાળ-ખાળની રચના કયા વિશિષ્ટ વિચારથી કરી છે; પરન્તુ અહિંસાના સિદ્ધાન્તા જે મારા અનુભવ પ્રમાણે સત્ય અને પૂર્ણ કલ્યાણકારી નિવડયા છે, તે ઉપરથી હું કહી શકું છું કે અહિંસા સત્ય આદિ સિદ્ધાન્તના પ્રતિપાદક કાઈ દિવસ આવું અસત્ય માલી શકે નહિ.