SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ર જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પણ પતિ સાથે જૂદી રહેવા પૂર્વક યથા સમય દાનશીલ (શ્રાવકેને આચાર) તપશ્ચર્યા અને બીજી બીજી આવશ્યક ક્રિયાઓ પણ બરાબર આરાધતી હતી. બુધ્ધદાસ કમાઉ દીકરો હોવાથી, તેના માતાપિતા ભગિની તથા ભાઈઓ કાંઈ બેલી કે ફેરવી શકયા નહીં. તે પણ બુદ્ધદાસે સુભદ્રાને જૂદા મકાનમાં રાખી છે, તે તેમને કેઈને જરા પણ ગમતું નહોતું. અને તેથી બુદ્ધદાસ નહીં, પરંતુ સુભદ્રા પ્રત્યે, આખા કુટુંબની ઇર્ષા ચાલુ રહ્યા કરતી હતી. . પ્રશ્નઃ જૈન ધર્મના આરાધક ઉપર આખી દુનિયાને દ્વેષ શા માટે? આપણે તે શિewત્ત ની ભાવનાવાળા છીએ. જેને કેઈનું ખરાબ ઈચ્છતા નથી. વચનથી કે શરીરથી ખરાબ કરતા નથી. જેને એકપણ વહેવારને અનાદર કરતા નથી. જિનેશ્વર ભગવંતે અને જૈનાચાર્યો પણ ફરમાવી ગયા છે કે, દુઃખને ભેગવતાં શીખે, પરંતુ કોઈને દુઃખ આપવાની કુટેવ છોડો આવો જૈનધર્મ જગતને કેમ ગમતું નથી ? ઉત્તર : ભાઈ! જગત આખું પ્રવાહમાં ચાલનારું છે. ગતાનગતિક છે. સારા ખોટાને વિચાર કર્યા વગર, પરંપરાને માનનારું છે. માટે જ અનંતીવાર જન્મ મળ્યા, પણ લાભ થયે નહીં. પણ પ્રાયઃ નુકશાન જ થયું છે. આશીર્વાદ લીધા નથી, પરંતુ શ્રા ઘણા લીધા હશે. પ્રશ્ન : ભલે ધર્મને પિતાના વડીલેએ માન્ય હોય ? પાળ્યો હોય? પરંતુ તેમાં ડાહ્યા માણસે આવક-જાવકને વિચાર નહીં કરતાં હોય? તેનું શું કારણ? અમારું તે સારું? કે સારું તે અમારું? સારૂં તે મારું ગણે, તે મેટા નરથાય, પણ મારું સારું ગણે, સજજન કેમ ગણાય? ઉત્તર : પ્રવાહ ગતાનુગતિકતા અથવા અંધપરંપરા. આ બધી કહેવતો જગતના જીનો વર્તાવ જોઈને, શરુ થયેલી હોવાથી, અમારું તે જ સારું પ્રાયઃ આ કહેવત મુજબ કેઈની શિખામણ લાગુ પડતી નથી. અહીં એક દુષ્કાળથી પીડાયેલા, લાખ બેલાખ માણસેના ટેળાનું નાનું દૃષ્ટાંત લખું છું. જેના દ્વારાગતાનુગતિકતા સમજાઈ જશે. એકવાર કોઈ એક સમગ્ર દેશમાં, ભયંકર દુકાળ પડવાથી, અને માસ બે માસ પછી, અનાજ અને પાણી પણ નહીં મળવાના ચોકકસ કારણે સમજાવાથી, દેશ આખો ખાલી થઈ ગયો. અને પિતાપિતાની જરૂરિયાતો સાથે લઈ, ગાડી-ઊંટ-બેલ-ઘોડા-મજૂરોની સહાયથી, એક દિશા નકકી કરીને, બધા નરનારી-બાળકોને સમુદાય, પરસ્પરની સહાયથી એક સુભિક્ષ દેશમાં પહોંચી ગયા. આ દેશનો રાજવી ન્યાય પરાયણ હતો. કળા-ઉદ્યોગ-ખાણો–વેપાર અને જમીન બધું જ સારું હતું. પરંતુ આખા દેશમાં મનુષ્યને મેટો દુષ્કાળ હતો. તેથી આ આવેલા મનુષ્યોને તે દેશના રાજા અને પ્રજા તરફથી ઘણે આદર મળે. અને જે જે મનુષ્યને જે જે કામકાજ ગમતું હોય તે તે કામકાજ તેમને મળવા લાગ્યું. આ બધા મનુષ્યમાં કેટલાક ઝવેરી બની, અલ્પકાળમાં મોટા ધનવાન થયા. બીજા પણ કેટલાક જૂદા જૂદા થેડી મહેનત અને મોટી આવકના વેપારી થઈ, મોટા ધનવાન
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy