SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આ બધા પાઠથી એમ જણાય છે કે, અંબિકાદેવી પણ વ્યંતર નિકાયની હાવા સંભવ છે— તત્ત્વકેવલીગમ્ય જાણવું. ૫૦ હવે ગામ તરફથી અંબિકાના પતિ સામભટ્ટ દોડતા આવતા હતા. અમિકાને મનાવીને, પોતાની ભૂલની માફી-માગીને, ઘેર લઈ જવાની ઇચ્છાવાળા હતા. પરતુ અમિકા સામભટ્ટના આશય સમજી નહિ, અને બે પુત્રાસહિત કૂવામાં પડીને, જીવિતનો અંત આણ્યો. આવે બનાવ થવાથી, પત્ની અને ખાળકાના અકાળ મરણના આઘાત લાગવાથી, વળી લેાકનિંદાને ભય પણ અસહ્ય હેાવાથી, “ મને શરણ થાઓ.” આટલા અખિકાના ખેલેલા અવ્યક્ત શબ્દો સામભટ્ટ સાંભળેલા. તેથી તે પણ, મારી પત્નીએ જેનું શરણ કર્યું, તેનુ મને પણ શરણ થાએ આ પ્રમાણે ખેલીને કૂવામાં પડ્યો. મરણ પામી અખિકાદેવીનું વાહન ( સિંહ ) થનાર દેવ થયે. પ્રશ્ન : તા પણ પતિ-પત્નીની સુગતિ થઈ ગણાય ને ? ઉત્તર : વ્યંતર નિકાયના દેવામાં ઉત્પત્તિ થઈ તે સુગતિ કેમ ગણાય ? આવા સુપાત્ર મુનિદાનની અનુમેાદના થઈ હાત તા, આખું કુટુંબ, બલદેવ, સુતાર અને હરિણ એ ત્રણની પેઠે, વૈમાનિક દેવ જેવું ઘણું ઉચ્ચ સ્થાન પામેાત. અહીં ધ દ્વેષ મહા ખરાખ વસ્તુ, આખા કુટુંબને કલહ કરાવનાર અને વસ્તુ સ્થિતિને અવળી દિશામાં ખે’ચી જનારી મની. અહી શ્રીવીતરાગશાસન સમજવાની ભાવના. પણ મહાપુણ્યનુ કારણ છે. ઈંતિ ધ દ્વેષથી આભવ, પરભવ બગડાવનારી, અંબિકા અને સેામભટ્ટની કથા સંપૂર્ણ અહીં વળી એક ધ દ્વેષ અને ધર્મની કસાટીવાળી, સતીસુભદ્રાની કથા શરૂ થાય છે. આ ભરતક્ષેત્રમાં, વસતપુર નામના નગરમાં, જૈનધમ આરાધનપરાયણ, જિનદાસ નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેમને નામ પ્રમાણે ગુણવાળી જિનમતી નામની પત્નિથી, સુભદ્રા નામની પુત્રી થઈ હતી. સુભદ્રા માતાપિતાના સંસ્કારથી, અને જૈનઅધ્યાપકના સુયેાગથી, જીવાજીવાદિ નવતત્ત્વાના વિસ્તાર અને નિચેાડને, ખરાબર સમજેલી હાવાથી તેણીને રૂબાડે રૂંવાડે, શ્રીવીતરાગેશાસન પરિણામ પામ્યુ હતુ. તેથી તેણીનો સમગ્રસમય વિદ્યાભ્યાસ અને સામાયિક પ્રતિક્રમણ-વૈષધાદિકમાં વ્યતીત થતા હતા. સુભદ્રામાં વિદ્યા અને કલાએ સાથે. રૂપપણ દેવી જેવુ હતું. કે મે તથા બીજા બધા નારીના ગુણા પણુ, મહાસતીત્વને શેાભાવે તેવા હતા. Bla સુભદ્રાનાં રૂપ-વિદ્યા અને ધર્મક્રિયામાં તત્પરતા જોઈ, માતાપિતાએ પુત્રી માટે જૈનધમ પામેલ વરની શેાધ કરવી શરૂ કરી. પરંતુ પુત્રીને ચેગ્ય વર મળ્યા નહીં, બીજી માજુ નગરીમાં વસનારા અને નજીકના ગામામાં રહેનારા, અજૈન વણિક પુત્રા માટે, સુભદ્રાને વરાવવાનાં ઘણાં માગાં આવ્યાં. પરંતુ ધમ ભિન્નતાના કારણે, રૂપાળા અને લક્ષ્મીવતા હાવા છતાં, કેાઈની માગણીનો સ્વીકાર કર્યાં નહી. મારે જૈનધર્મી સિવાય, અન્યને પુત્રી આપવી નથી. આવી જાહેરાત થઈ ગઈ. તેવા સમયમાં જ, ચંપાનગરીનો, બૌદ્ધધર્મને માનનારા, મોટા ધનવાનનો પુત્ર, યુદ્ધદાસ નામના વણિક વેપાર નિમિત્તે વસતપુર નગરમાં આવી, દુકાન માંડી રહેતા હતા. તેણે
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy