SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ રાત્રિ ભજનના ભયંકર પરિણામને સાક્ષાત્કાર મૃગસુન્દરી આપ બધા ભેગા મળી, મારા પિતાને ઘેર મૂકી જાવ. હું ખુશ છું. અને તમે નહીં બોલાવો ત્યાંસુધી, હું મારા પિતાના ઘેર રહીશ. કુટુંબીઓ ગાડાંડી મૃગસુન્દરીને, તેના પિતાને ઘેર મૂકવા ચાલ્યા. કેટલાક દિવસની મુસાફરી બાદ વચનમાં, એક તેમના સગાનું ગામ આવ્યું. તેના અતિ આગ્રહથી, મૃગસુંદરીના સાસરિયા પક્ષને સમુદાય, તેમના ઘેર ઊતર્યો. બધાનું ખૂબ સ્વાગત થયું. બધાને જમવા માટે રસોઈ બનાવતાં, રાત પડી ગઈ. બધા રાત્રિભેજનના સિદ્ધાંતવાળાં હતાં. અને રાત્રે સર્વને જમવા બેસાડ્યા. મૃગસુંદરીને રાત્રિભેજનના પચ્ચખાણ હોવાથી, તે સતી શ્રાવિકા જમવા ઊઠી નહીં. તેના કારણે ખૂબ ક્રોધાવિષ્ટ થઈને, ધનેશ્વર પણ જમવા બેઠે નહીં. પછી તે તેના માતાપિતા અને બીજા પણ પાંચદશ જણ, ત્યાગથી નહીં, તેમજ મૃગાવતીના માનની ખાતર પણ નહીં, પરંતુ કેવળ ધર્મ દ્વેષથી બડબડાટ કરતા જૈનધર્મને ગાળો ભાંડતા બેસી રહ્યા. બસ, જમનારા જમતા ગયા. અને લાંબા ચત્તાપાટ પડતા ગયા. છેવટે જેટલા જમ્યા હતા, તેટલા બધા વિષના વેગથી મૂછિત થઈ ગયા. અને કલાક-બે કલાકના મહેમાન બની ગયા. આ બનાવથી આખું કુટુંબ મૃગાવતી ઉપર કોપાયમાન થયું, બસ, આ બધાને અમારી પુત્રવધુએ જ કામણ કર્યું છે, જેથી મરણ-શરણ થયાં છે. સતી મૃગાવતીએ ધર્મષ મિટાવવા અને ધર્મની અવહેલના અટકાવવા, કાયસગ કર્યો. શાસનદેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું. આ મૃગસુંદરી સતી છે. શીલવતી છે. તેના વ્રત પચ્ચખાણ નિશ્ચલ છે. તેણીના હાથે પાણી છાંટવાથી બધાનં વિષ ઊતરી જશે. આ પ્રમાણે દેવીના વચનથી, મરવાની સ્થિતિમાં મુકાયેલાં બધાં માણસ, મૃગસુંદરીએ કરેલા જલછંટકાવથી નિર્વિષ થયા, જીવી ગયા. અને સવારમાં પકવાનના ભાજનમાં મોટે સર્પ બફાઈ ગયેલ છે. તેથી બધાને, રાત્રિભોજન ત્યાગ ઉપર વિશ્વાસ થયો. અને પાણીમાત્રની દયા પાળવા માટે, રસેઈ–ચૂલા ઉપર ચંદરે બાંધે જરૂરી છે, એવું ભાન આવ્યું. રાત્રિભજનને સાક્ષાત્ દેષ સમજાવાથી, જૈનધર્મ પ્રત્યે ખૂબ શ્રદ્ધા પ્રકટ થઈ. આખું કુટુંબ ધનેશ્વર તથા મૃગસુન્દરીએ શ્રીજેનધર્મને ખૂબ આરાધ્ય. પ્રાંતે આયુષપૂર્ણ કરીને, દેવલોકમાં ગયાં. ત્યાંથી અવી, ધનેશ્વરને જીવ તું દેવરાજ થયો, મૃગસુંદરી મરી શીલવતી થઈ. ધર્મષ કરવાથી, ધનેશ્વરના જીવ દેવરાજને કોઢ રોગ થયો. અને શીલવતીના માત્ર કરસ્પર્શથી રોગનો નાશ થયે. જ્ઞાનીના વચનથી, જાતિસ્મરણ પામી, વૈરાગ્ય પામી, ચારિત્ર પામી, સ્વર્ગગામી થયા. . ઇતિ ધર્મષ કરનાર ધનેશ્વરનું કુટુંબ અને ધર્મદઢતા ઉપર મૃગસુંદરી કથા સંપૂર્ણ . પ્રશ્ન : રઈના ભાજનમાં મોટા સર્ષ બફાઈ જાય. આ વાત કેમ સાચી માની શકાય ઉત્તર : ઉપરની ઘટનામાં તે ગૃહસ્થના ઘેર મોટું વૃક્ષ હતું. ઉપર સર્પ લટો હતો. નિચે રસોઈ બનાવવા ચૂલો ખોદાયો હતે. અગ્નિની ગરમી અને ધૂમાડાના કારણે ગુંગળાઈ જવાથી, શીરાની રઈમાં પડીને, સર્પ મરી ગયે. તેના બધા શરીરના ઝેરી અવય, શીરામાં ભળી જવાથી, શીરે પોતે ઝેર બની ગયે હતો. ખાનારાં મરી જાય! આ વાત યુકિતથી પણ સમજાય તેવી છે. અહીં એક પ્રાય: વિ. સં. ૧૯૭૧-૭૨-૭૩માં બનેલી હોટેલની હાની વાત લખું છું. જૈનધર્મ પાળનારે છે
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy