SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ છો, પિતાને વધારે પડતા વખતને બધા ઉપગ, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઇંગ્લિશ છાપાંઓ વાંચવામાં ખરચી નાખે છે. હવે રમત : રમત-ગમત નામને છેલ્લે ક્રીડામય કાઠિયે (પ્રમાદ) કીડાના ઘણા પ્રકાર છે. આ રમત-ગમત કીડાપ્રાયઃ બાળકને વરેલી હોવા છતાં રાજા-મહારાજાઓ, શ્રીમંત અને અધિકારીઓમાં પણ વ્યાપેલી હોય છે. અને તેથી રાજામહારાજાઓ, પ્રાયઃ શિકાર જેવી અધમ રમતમાં પિતાના પુણ્ય અને સમયની બરબાદી કરવા સાથે આશ્રિતને અને પિતાના પરિવારને, પાપાચાર કરવાના પ્રેરક બને છે અને બિચારા હજારો મૂંગા જી હરિણ, સસલાં, શકર, રોઝ, ગેંડા, ઉપરાંત સિહ-દીપડા-વાઘ-સાવજના પ્રાણોની બરબાદી સરજાવે છે. વળી માંસની લોલુપતા વધવાથી, તથા પિતાને ચલાચલ-લક્ષ વિધવાની કલામાં નિષ્ણાત થવા માટે, આકાશમાં ઊડનારાં પક્ષીઓને નાશ કરવા પ્રેરાઈને, ધનુષબાણના પ્રયોગોથી, ગેફણ–ગોળાના પ્રયોગોથી, બંદૂકગળીના પ્રયોગથી, પિતાના શિકારની રમતમાં પુણ્યસમય અને પારકા પ્રાણાની બરબાદી કરે છે. - આ શિકાર એવી દુષ્ટ અને મહા ભયંકર કુટેવ છે કે, જેના વ્યસનના કારણે પાંડવો અને કૌરવોના પ્રપિતામહ, શાન્તનુરાજાને ગંગા જેવી સતી-શ્રાવિકા. રૂપવતી, કુલવતી શીલવતી યુવતી રાણીને વિયેગ ભેગવવો પડયો હતો. પ્રશ્ન : કેટલાંક ધર્મ પુસ્તકમાં, શિકાર એ રાજા-મહારાજાઓને ધર્મ છે, અને માંસાહાર. જગતની અતિસ્વાદિષ્ટ વસ્તુ હોવાથી, રાજાઓ અને શ્રીમંતેનું વહાલામાં વહાલું. ભજન ગણાયું છે. આ બરાબર નથી? ઉત્તર : વીતરાગ જિનેશ્વરદેવોનાં વચન સિવાયનાં, જગતના બધાજ ઋષિ મુનિએનાં વાક્યો, પાપ-પુણ્યની આવક–જાવકને વિચારકર્યા સિવાય, મોટાભાગે વર્તમાનકાળની, અને વર્તમાન જગતની, પસંદગીની મુખ્યતાએ, લખાયેલાં હોય છે. અને તેથી સારા કવિઓએ પણ, પાપના વિચાર કર્યા સિવાય ગજબનાક લખી નાખ્યું હોય છે. જુઓ અજૈન કવિઓના વિચારો. “ વધ્યા ઉંદર હારોહાર, પકડ્યા પણ નહીં આવ્યા પાર, રહે તે માંડે રણજાડ, ધડબડ જાણે આવી ધાડ. ” ૧ ખાસાં કપડાં કરડી ખાય, દીવાની દીવેટ લઈ જાય, એનો એકે નહીં ઉપાય, મીની મળે તે મહાસુખ થાય. ૨—ક. ડ. દા આ કવિ, ઉંદરડા. લોકોને ત્રાસ આપે છે. માટે જે બિલાડી મળી જાય તો લોકોને મહાસુખ થાય. આ સ્થાને મહાસુખની, કેવી ઢંગધડા વગરની, વ્યાખ્યા કરી ગયા છે. એક બાજ ઈશ્વરે જગત બનાવ્યું છે. એમ સ્વીકારીને, તે ઈશ્વરના સર્જનને નાશ કરવાની વાતે લખનાર. પિતાને ઈશ્વર થકીપણ વધારે ડાયા બતાવવા કષીશ કરાય છે. આ પણ એક બુદ્ધિનું દેવાળું જ ગણાયને?
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy