________________
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સમજવાનાં પ્રમાણે
પત્ની, પસા, પુદ્ગલ, પરિવાર, લાગે ચારેથી, પાપ અઢાર,
ચારે મોટા સંસારના દ્વાર, ચારગતિનાં દુખ દેનાર. | ૧ | સાધુ કે શ્રાવકનાં વતો સમજીને લેનાર, સાચવનાર ચોક્કસ આરાધક બને છે.
શ્રાવકનાં બારે વતેમાં પણ, એક બે ત્રણ વિગેરે જેટલાં લેવાય તેટલાં લેવાં. માંસ, મદિરા, મધ, માખણ અવશ્ય છોડવાં. બાવીશ, અભક્ષ્ય, બત્રીશ અનંતકાય જાણવાં, સમજવાં, છોડાય તેટલાં જરૂર ત્યાગ કરવાં.
ઉપવાસ, આયંબીલ, એકાશણ, આદિ તપ કરતાં શીખવું, બારે માસ બીજ. પાંચમ, આઠમ, અગ્યારસ ચૌદશ આદિ તિથિઓમાં નાના મેટા તપ કરવા, ટેવ પાડવી. નવકારસી ચૌવીહાર આદિ પચ્ચખાણ કરવાં. ગંઠસી, વેઢસી, મુઠસી આદિ આઠ સંકેત પચ્ચખાણો પૈકી બને તેટલાં વ્રત, પચ્ચખાણ કરતાં શીખવું.
અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન બારે માસ આપવા ટેવ પાડવી, બધાં દાનમાં આદર હય, બહુમાન હોય, અનુમોદના હોય, તો જીવને હળવા કર્મી બનાવે છે. મેઘરથરાય અને મેઘકુમારની પેઠે મોટું પુણ્ય બંધાય છે. શક્તિ અનુસાર શીલવ્રત પાળવા પણ ટેવ પાડવી. પરસ્ત્રીને અને વેશ્યાને અવશ્ય ત્યાગ કર. ગુણ આત્મા સ્ત્રી અથવા પુરુષને ઓળખવા, તેમને સત્કાર-સન્માન કરવું. ન બને તે તેમના ગુણની અનુમોદના પણ જરૂર કરવી.
તથા હવે પછી લખવાનાં પાંત્રીસ દ્વારોમાં, મિથ્યાત્વદ્વારમાં અને પ્રતિક્રમણ દ્વારમાં યથાગ્ય ત્યાગવા ગ્ય વસ્તુઓનું વર્ણન બતાવાસે. તથા સાંભળવાયેગ્ય, વખાણવાયેગ્ય, અને આચરવાયેગ્ય બધી બાબતે બે સિવાયના બાકીના તેત્રીસ દ્વારમાં જરૂર આવવાની હોવાથી આંહી લખતા નથી.
હવે થેડી વીતરાગદેવની આજ્ઞા સમજાવતી ગાથાઓ લખી. પ્રકરણ પૂરું કરીશ.
आणाइ तवो, आणाइ संजमो, तहयदाणमाणाए । आणारहियो धम्मो पलालपुलुब्बपडिहाइ ।। १॥.. जह .. तुसखण्डण-मयमंडणाइ रुन्नंव सुन्नरन्नमि । विहलाइ तह जाणसु आणारहियं अणुट्ठाणं ॥ २॥ arrargurt ગરિ તિવર્લ્ડ મરિમૂg पुएइ वीयरायं, सव्वंपि निरत्थयं तस्स ॥ ३ ॥ पुढवी-दग-अगणि-मारुअ-वणस्सइ तहत साण विविहाण । मरणंतेविनपीडा कीरह मणसा तयं गच्छं ॥४॥