SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ૩. પ્રતિમાજીનાં દર્શનાદિ બંધ થવાથી, આત્માને પ્રથમ ગુણ સમ્યકત્વ, તે અને દર્શનશુદ્ધના બધા માર્ગો બંધ થયા છે. ૪. તેના પંથને માનનારાઓને અત્યારે પણ સેંકડો તીર્થો, હજારે ચૈત્યે, લાખે પ્રતિમાજીનાં દર્શન યાત્રા બંધ થયેલ છે. ૫. હજારે જેને શ્રાવક, શ્રાવિકાઓ, બાળાઓ, બાળકને દર્શનભ્રષ્ટ બનાવ્યા છે. ૬. તેમના પક્ષમાં ભળેલાઓને, શાસ્ત્ર અને ઈતિહાસ સમ્મત નવા ચૈત્ય કરાવ; વાના, પ્રતિમા ભરાવવાના, અને જિર્ણોદ્ધાર કરાવવાના લાભે ખવરાવ્યા છે. ૭. તેમને રવાડે ચડેલાઓને (ભવાંતરે પણ જૈનશાસન ન મળે તેવા) જિનપ્રતિમા અને જેનચૈત્યેના નિંદક બનાવ્યા છે. ૮. લંકાપંથિઓને પક્ષ મજબૂત હોય ત્યાં જૈનચેમાં તાળાં વસાવ્યાં છે. પ્રતિમાજીનાં દર્શન, વંદન, પૂજન બંધ કરાવ્યાં છે. સંઘે નીકળતા બંધ થયા છે. ૯. તથા અપકાયના સૂફમજીની વિરાધનાથી બચવા માટે, વીતરાગ માર્ગમાં, ઉષ્ણકાળમાં બે ઘડી, શીતકાળમાં ચાર ઘડી, વર્ષાકાળમાં છ ઘડી, કાળ વખત મનાય હોવાથી, ખુલા આકાશમાં, બહાર નીકળવું પડે તે, ઉનનું વસ્ત્ર ઓઢવાથી, જીવને બચાવ થાય છે. સ્થાનિક માર્ગીઓ આ વિધાન સમજતા નથી, તેથી કામળી ઓઢતા નથી. સવારમાં ખુલ્લા મસ્તકે બહાર નીકળે છે. * ૧૦. તથા ગોરસ અને કઠોળના સંયેગથી, બે ઈન્દ્રિય તત્વણ છે, તત્કાળ ઉત્પન્ન થવાનું, જ્ઞાની પુરુષોનું ફરમાન છે. અને શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રીસંઘમાં, આ બે વસ્તુની ભેળસેળ નિવારી છે. જ્યારે સ્થાનકવાસી સમાજ, આ વસ્તુ સમજતા સાચવતા નથી. પ્રશ્ન : ગોરસ એટલે શું? ઉત્તર : કાચી છાશ. કાચું દહીં, કાચું (સંપૂર્ણ નહીં ઉકળેલું) દૂધ, આ ત્રણે કાચાં ગોરસ કહેવાય છે. આ કાચાં ગેરસ સાથે રાંધેલું કે કાચું કઠેળ, ને જમે જ નહીં. ૧૧. તથા ગૃહસ્થાના ઘેર રંધાયેલું પણ કંદમૂળ અને વૃન્તાક વગેરે અભય હોવાથી શાક વિગેરે રસઈ જૈન સાધુને, વહેરવા કલ્પ જ નહીં. તે પણ પ્રાયઃ સ્થાનકવાસી શ્રમણશ્રમણીઓ, વગર સંકોચ વહારતા હોવાથી, ગૃહસ્થ સમાજને પણ ઉપદેશદ્વારા નિષેધ થત અટકે છે. સ્થાનકવાસી સાધુસમાજ રંધાઈ ગયેલી રઈ કઈ પણ વસ્તુ વહેરવામાં દેષ સમજતા નથી. ૧૨. ચલિત રસ = રાંધેલી રસોઈ પણ વાસી થવાથી, રસ બદલાઈ જવાથી
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy