________________
૫૮૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉપર આવ્યાં, અને થંભી ગયાં. ખલાસીઓએ બધી મહેનતે અજમાવી પરંતુ વહાણે ચયાં જ નહિ. ધનદત્ત શેઠ અને વહાણના બીજા મુસાફરો પણ ગભરાઈ ગયા.
ત્યારે ધનદત્ત શેઠે પિતાના ઈષ્ટદેવ પાર્શ્વનાથ સ્વામીનું સ્મરણ શરૂ કર્યું. યથા રાજા તથા પ્રજા એ ન્યાયે, બધા મુસાફરે પણ પાર્શ્વ પ્રભુને જાપ કરવા લાગ્યા,
મરવાને ભય થાયતે, ધ્યાન પ્રભુનું થાય છે ત્રણે કાળ એવા બને, કુગતિ કાય ન જાય. લા. દુખ, ભય, રેગ, વિયેગમાં પ્રભુ ભજવા મન થાય, છે પણ પાપોને છોડવા, વિરલા કેક જણાય. મારા
વહાણ થંભાવનાર તે પદ્માવતી દેવી જ હતાં. તેથી લેકની લાગણી તરફ ધ્યાન આપીને આકાશમાં આવી, ઉદુષણા કરી કહેવા લાગ્યાં. ભાઈએ ? આ વહાણ સ્તભાવાનું કારણ સાંભળે દેવીને મધુર આદેશ સાંભળી, લોકે સાવધાન કાન માંડીને બેસી ગયા. દેવીએ ઉપરની પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની, દ્વારિકાના દાહની, દરિયામાં જળવાયેલા જિનાલયની, વાત કહી સંભળાવી.
હવે તમે મારી સહાયથી દરિયાના પેટાળમાંથી, માણસે ઉતારી પ્રતિમા લઈ આવો. અને હું આ પ્રતિમા તમને અર્પણ કરું છું. તમે લઈ જજે. ભક્તિ કરજે, પ્રતિમા ઘણું પ્રાચીન છે. પ્રભાવક છે. દેવી વચને શેઠજીના માણસે પ્રભુપ્રતિમાને ઉપર લાવ્યા. લેકેને ભય નાશ પામ્યા. હર્ષ ઉભરાયો.
નાશ થયે ભય મરણને, પ્રત્યે બહુ આનંદ, દર્શન મળ્યું જિનદેવનું, પંચમ ગતિ સુખકંદ. ૧ ભય નાઠો મરવા તણો, પ્રયા જિનવરપાસ,
નૈકાનાં, નરનારીઓ, પામ્યાં ખબ ઉલ્લાસ. ૨ શેઠજી પાર્શ્વનાથ પ્રભુજીની પુરાણ પ્રતિમા પિતાના નગરમાં લાવ્યા, મોટું જિનાલય બંધાવી સુગુરુ ગીતાર્થ જૈનાચાર્ય પાસે, પ્રતિષ્ઠા કરાવી. સેંકડો વર્ષ પ્રભુજી ત્યાં રહ્યા હતા.
કેટલાક કાળ ગયા પછી, પ્રસિદ્ધ પ્રભાવક-જૈનાચાર્ય પાદલિપ્તસૂરિના સમકાલીન નાગાર્જુન નામને ભેગી થયો. તેણે પાદલિપ્તસૂરિ મહારાજની ખૂબ સેવા કરીને, આકાશમાં ઉડવાને પાદપ, અને સુવર્ણસિદ્ધિની ઔષધિઓ મેળવી હતી.
પ્રશ્નઃ નાર્ગાર્જુન આવી અનેક ઔષધિઓને શી રીતે સમજી શકે હશે?