SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન પુછ્યા : ભગવાન ! ભવ્ય હું છું કે અભવ્ય છું ? પ્રભુજીના ઉત્તર : ભાગ્યશાળી તમે ભવ્ય આત્મા છે. અને આવતી ચાવીસીના તેવીશમા શ્રીપાર્શ્વનાથ સ્વામીના, ગણધર થઈ મેાક્ષમાં જશે. અષાઢી શ્રાવકે પ્રભુમુખથી, પોતાના આવા નિકટ મેાક્ષ સાંભળી, ઘણા આનંદમાં આવી; ઉપકારી પ્રભુપાર્શ્વનાથસ્વામીની પ્રતિમા ભરાવી, પેાતાના ઘરદેરાસરમાં પધરાવી. આખી જિંદગી પૂજા કરી, આરાધના કરી, મરણ પામી, સ્વર્ગમાં ગયા. અવધિજ્ઞાનથી પ્રભુ-પ્રતિમાના ઉપકાર વિચારી, તે પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાને દેવલેાકમાં લઈ ગયા. ત્યાંથી ઈન્દ્રના વિમાનમાં પૂજાણી, ત્યાંથી ચંદ્રના, સૂર્યના, વિમાનમાં પૂજાઈ. ત્યાંથી ઋષભદેવ સ્વામીના તીમાં, વૈતાઢ્યપવ ત ઉપર; નમિ-વિનમિ વિદ્યાધરભાઈ એ લઈ આવ્યા. ( તેમને દેવે આપી) અને પૂજા-ભક્તિ કરવા ઘરચૈત્યમાં સ્થાપી. ત્યાંથી વળી સુધર્માંઈન્દ્ર લઈ ગયા અને કેટલેાક કાળ પ્રભુજી ત્યાં પૂજાયા. ત્યાંથી વળી ચંદ્ર—સૂર્યના વિમાનમાં આવી, અને ઘણા કાળ સુધી પૂજાણી, ત્યાંથી ગમે તે કારણેા દ્વારા, પાતાળમાં, જીવનપતિ ધરણેન્દ્ર પદ્માવતીના ભવનમાં, આવી અને અનેક ધરણેન્દ્ર પદ્માવતી દ્વારા પૂજા થઈ અનેક ધરણેન્દ્ર પદ્માવતી થયા. પ્રશ્ન : ધરણેન્દ્ર-પદ્માવતી અનેક લખ્યાં તેનું કારણ શું? ધરણેન્દ્ર-પદ્માવતી એકજ નહીં ? ઉત્તર : ચારે નિકાયના દેવદેવીએ આયુષપૂર્ણ થાય ત્યારે, ચ્યવી ( આપણે મરણ-માલીએ છીએ-દેવાનુ ચ્યવન કહેવાય છે ) ને ખીજી ગતિમાં જાય છે, પરંતુ તે જ સ્થાનમાં ઉત્પન્ન થનારા દેવ-દેવી તેજ નામથી ખેલાય છે. તેથી ઋષભદેવ સ્વામીથી અત્યાર સુધી, એકકાટાકેાટ સાગરોપમકાળ જવાથી, ફક્ત સુધમ દેવલાકના ઈન્દ્રો ૫૦ લાખકાટી થાય છે. જ્યારે નીચેના દેવા તેા, વૈમાનિક દેવા કરતાં ઘણા ઓછા આયુષ વાળા હેાવાથી, સુધમેન્દ્ર કરતાં પણ વધારે થયા હાય, તે સમજી શકાય છે. પ્રશ્ન : સૌધર્મેન્દ્રનું આયુષ કેટલુ હાય ? ઉત્તર : સૌ ધર્મેન્દ્રનું તેરમા પ્રતરમાં વિમાન હેાવાથી, એ સાગરોપમનુ' આયુષ હાય છે. પ્રભુજીની પ્રતિમા ઘણેા કાળ ધરણેન્દ્રના ભવનમાં પૂજાયા પછી, બાવીશમા જિનેશ્વર નેમનાથસ્વામી છદ્મસ્થ હતા. ત્યારે, તેમની લગભગ ૭૦ વર્ષની ઉંમર હતી. જ્યારે વાસુદેવ પ્રતિવાસુદેવની લડાઈ ચાલતી હતી ત્યારે, જરાસંધ પ્રતિવાસુદેવે. કૃષ્ણ વાસુદેવના સૈન્ય ઉપર જરા નામની વિદ્યા મુકી હતી. તેથી સમગ્રસૈન્ય છેલ્લી વયના છેલ્લા દિવસેા જેવું, વૃદ્ધમનીને ધ્રુજવા લાગ્યું હતું, ફક્ત કૃષ્ણ બલભદ્ર અને નેમિકુમાર મુક્ત હતા.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy