SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તથા પ્રભુજીની પ્રતિમાને અલાપ કરવા બહાર પડેલા તે બારવટીયા મહાશયે હજારો જિનાલયો અને પ્રતિમાઓને, ઘુવડની નજરે નિહાળીને, જિનાલયોને તાળાં વસાવ્યાં છે. પ્રભુ પ્રતિમાઓને અદશ્ય કરાવી છે. જિનાલયોમાં અમેદ્ય પદાર્થો નંખાવ્યા છે. શ્રદ્ધાળુ જેને જેને સાક્ષાત જિનવર સમાન ઓળખે છે. તેમને તે ભ્રમિત માનવીએ, પથ્થર કહીને બીરૂદાવ્યા છે. તેથી તેને ખુદ જિનેશ્વર પ્રભુની મહાઆશાતના લાગે છે. તથા બારે માસ તીર્થયાત્રા કરનારા, અને પ્રતિદિવસ પ્રભુ પ્રતિમાનાં દર્શન-વંદન પૂજન-અર્ચન કરનારા, શ્રી સંઘના હજારો આત્માઓને, ઉઠા ભણાવી, અવળે માગે ચડાવ્યાથી સમસ્ત શ્રી સંઘની મહાન આશાતના કરી છે. અને પ્રતિમાના ખંડનના નિશામાં ચકચૂર બનીને, દેવ-ગુરુ-ધર્મ, ત્રણેની આશાતના કરી છે. પાંચમા આરામાં ભવિઓને, જેનાગમ અને જિનપ્રતિમા, બે જ આરાધન સામગ્રી વિદ્યમાન છે. જેના આલંબનને પામીને, સંપતિ રાજા કુમારપાલ અને વસ્તુપાલ વગેરે લાખો જી, અલ્પ સંસારી થઈ ગયા છે, થઈ રહ્યા છે, થવાના છે. તે શ્રીજૈનાગમ અને જિનપ્રતિમાનું ખંડન કરીને, મહાનિન્હવનું આચરણ કરનારા, બુદ્ધિના બારદાનેએ સાતે પ્રકારના કારણોથી દર્શન મેહનીય કર્મને નિબિડ બનાવ્યું છે. પ્રશ્નકારના પ્રશ્નને પણ ઉત્તર આ ગાથાના બીજા પાદથી આવી જાય છે. દેવ દ્રવ્યના હરણથી, ભક્ષણથી, પણ દર્શન મેહનીય કર્મ બંધાય છે. - તથા પ્રભુપ્રતિમાને, પથ્થર કહીને, કહેવડાવીને, આનંદ પામનારા, લંકા નામના એક અજ્ઞાની માણસને, આદર આપનારા, બુદ્ધિના બારદાએ, વેતામ્બર સંઘની મોટી સંખ્યામાં ભાગલા પડાવીને, ઠામઠામ ઝગડાઓ-કજીયાએ ઉભા કરાવીને, બીજ, બારમું, સોળમું અને સત્તરમ, પાપ સ્થાનક સેવીને, પિતાને અને આશ્રિતને સંસાર વધાર્યો છે. અત્યાર અગાઉ જૈન સમાજમાં વેતામ્બર અને દિગંબર બે જ વિભાગ હતા. તે કાલહીયાના રવાડે ચડેલાઓએ, ત્રણ અને પછી ચાર ટુકડા બનાવ્યા છે. આ કારણથી શ્રીવીતરાગ શાસનની અવિભક્તતાને મોટો ફટકે લાગે છે. કુસંપ વધવાથી ઝગડાઓ વધ્યા, અને તેથી આપણું શ્રી સંઘની શક્તિમાં, મોટી ઓટ આવવાથી પરસ્પરના સહકારને બદલે, ખંડન-મંડનું જોર વધવાથી, ઈતર સમાજોમાં પણ, આપણું વર્ચસ્વ નષ્ટ પામ્યું છે. આ બધા અનર્થોનું ખરૂં કારણ અજ્ઞાની લંકાની અકકલના પક્ષપાતને આભારી છે. તથા વળી ત્યાં જ અંતરાય કર્મના બંધનાં કારણ બતાવતા તે જ મહાપુરુષ ફરમાવે છે કે નામાંવિધારે દિવાળી ના વિષે ઇતિ કર્મ ૧. ગા. ૬૧ પૂર્વાદ્ધ
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy